DAHOD

ગરબાડા સહિત પંથકમાં મોડી રાત્રે ભારે પવન સાથે વરસાદ ખાબક્યો,વાવાઝોડા ના કારણે વૃક્ષો તેમજ વીજપોલ ધરાશાહી થયા, શાળાનો પતરાનો શેડ ઉડ્યો

તા.૨૯.૦૫.૨૦૨૩

વાત્સલ્યમ સમાચાર

અજય સાંસી દાહોદ

ગરબાડા સહિત પંથકમાં મોડી રાત્રે ભારે પવન સાથે વરસાદ ખાબક્યો,વાવાઝોડા ના કારણે વૃક્ષો તેમજ વીજપોલ ધરાશાહી થયા, શાળાનો પતરાનો શેડ ઉડ્યો

ગરબાડા પંથક સહિત પવન સાથે વરસાદ વરસતા ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જામ્યો હતો કેટલાક સ્થળે ભારે પવનના લીધે વૃક્ષો ધરાશાહી થયા હોવાની તેમજ પતરા ઉડી જવાની ઘટના પણ સામે આવી છે ચોમાસાની શરૂઆત થાય તે પહેલા હવામાન વિભાગની આગાહી વચ્ચે મોડી રાત્રે ગરબાડા સહિતના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો અને ભારે પવન ફૂંકાતા વાવાઝોડા સાથે વરસાદ ખાબક્યો હતો કમોસમી વરસાદ વરસતાં પંથકમાં વરસાદી માહોલ જામતા ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો વાવાઝોડા અને વરસાદને પગલે ગરબાડા સહિત પંથકમાં વીજળી ડૂલ થઈ જતાં અંધારપટ છવાઈ જવા પામ્યો હતો ભારે પવનને લીધે જેસાવાડા ખાતે આવેલ યશ વાટિકા ઉતર બુનીયાદી આશ્રમ શાળાનો પતરાંનો શેડ ઉડી જવા પામ્યો હતો જ્યારે ગરબાડા ખાતે ભાભરા રોડ વિસ્તારમાં વૃક્ષો ધરાશાહી થયા હતા અને એ વૃક્ષ મકાન ઉપર પડ્યું હતું પરંતુ કોઈ જાનહાની થવા પામી ન હતી તથા ખારવા ગામે ત્રણ વીજપોલ તુટી પડયા હતા અને એક વીજપોલ મકાન ઉપર તુટી પડ્યો હતું સદભાગ્યે જાન હાની ટળી હતી તેમજ ગરબાડા ખાતે ગાંગરડી રોડ ઉપર બનાવવામાં આવેલ વિસામાં ઉપર પણ વૃક્ષની ડાળ પડતાં વિસામાને નુકસાન થવા પામ્યું છે

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!