SAYLASURENDRANAGAR

સાયલા ખાતે કુંવરજી ભાઇ બાવળીયાનાં અધ્યક્ષસ્થાને સિંચાઈ વિભાગનાં અધિકારીઓ સાથે બેઠક યોજાઈ.

તા.06/05/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

જળસંપત્તિ અને પાણી પુરવઠા કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ મામલતદાર કચેરી, સાયલા ખાતે સિંચાઈ અને સૌની વિભાગના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી આ બેઠકમાં મંત્રીએ સિંચાઈ અને સૌની વિભાગ અંતર્ગત વિવિધ યોજનાઓની ચાલી રહેલી કામગીરી અને આયોજન સંદર્ભે વિગતવાર માહિતી મેળવતા વિસ્તૃત ચર્ચા કરી અધિકારીઓને જરૂરી માર્ગદર્શન-સૂચના આપ્યા હતા બેઠક બાદ મંત્રીએ સૌરાષ્ટ્રના મુખ્ય ઇજનેર એચ.યુ.કલ્યાણી, અધિક્ષક ઇજનેર કે.એચ. મહેતા, કાર્યપાલક ઇજનેર સી.એમ. ભોજાણી, નાયબ કાર્યપાલક ઈજનેર ગૌરાંગ પંચાલ, આકાશ પટેલ સહિતનાં વરિષ્ઠ અધિકારીઓ સાથે સુરેન્દ્રનગર જિલ્લાના સૌની યોજના લિંક-૪બી પેકેજ-૭ ધોળીધજા જળાશયથી મોરસલ જળાશય પાઇપલાઇન અંતર્ગત એફ.પી.એસ-૨ ગોસળ પંપીંગ સ્ટેશન અને થોરિયાળી ડેમ સહિતનાં સ્થળોની મુલાકાત કરી કામગીરીનું જાત નિરીક્ષણ કર્યું હતું. વધુમાં મંત્રીએ સૌની યોજના લિંક-૪ બી પેકેજ-૭ અંતર્ગત પાથરવામાં આવેલ પાઇપલાઇન વિશે વિસ્તૃત જાણકારી મેળવી હતી એફ.પી.એસ-૨ ગોસળ પંપીંગ સ્ટેશનની ચાલી રહેલી કામગીરીની સમીક્ષા કરી આ કામગીરી વહેલી તકે પૂર્ણ કરવા માટે અધિકારીઓને તાકિદ કરી હતી લિંબડીનાં વડોદ ડેમથી થોરિયાળી ડેમમાં પાણી પહોંચડાવા અને થોરિયાળી ડેમથી અડાળા સુધી લાઈન નાંખવા સહિતનાં આયોજનની શક્યતાઓ અને તેનાં પરિણામે આસપાસનાં ગામોમાં સિંચાઈની સુવિધા સંદર્ભે લાભની શક્યતાઓ બાબતે વિસ્તૃત ચર્ચા મંત્રીએ સ્થાનિક આગેવાનો અને અધિકારીઓ સાથે કરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે સૌની યોજના લિંક-૪બી પેકેજ-૭ ધોળીધજા જળાશય થી મોરસલ જળાશય પાઇપલાઇન સુરેન્દ્રનગર જિલ્લાના મુળી, સાયલા તથા ચોટીલા તાલુકાના વિવિધ ગામોમાંથી પસાર થાય છે આ પ્રોજેક્ટમાં ૪૭ કિ.મી પાઇપલાઇન તથા બે પંપીંગ સ્ટેશન(એફ.પી.એસ-૧ શેખપર ગામ, તા.મુળી તથા એફ.પી.એસ-૨ ગોસળ ગામ તા.સાયલા ) બનાવવાની કામગીરી ચાલુ છે આ પાઇપલાઇન પ્રોજેક્ટથી લિંબડી ભોગાવો-૧(થોરિયાળી ડેમ) તથા મોરસલ ડેમને સાંકળવાનું આયોજન કરવામાં આવ્યું છે આ તકે પ્રાંત અધિકારી પ્રિયાંક ગલચર, સાયલા મામલતદાર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!