MORBIMORBI CITY / TALUKOTANKARA
Tankara:ટંકારા ગામના ત્રણ વિસ્તારમાં આવેલ રામજી મંદિરનો નૂતન ધ્વજ અને પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ ઉજવાયો.

Tankara:ટંકારા ગામના ત્રણ વિસ્તારમાં આવેલ રામજી મંદિરનો નૂતન ધ્વજ અને પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ ઉજવાયો.
ટંકારા ગામ સ્થિત ત્રણ હાટડી વિસ્તારમાં વર્ષોથી રામજી મંદિર આવેલ છે જે જર્જરીત થઈ ગયેલ હોય શેરીમાં વસતા રહેવાસીઓએ લોકફાળો કરી રંગેચંગે ઉજવાયો. ગઈકાલે રાત્રે સંતવાણી અને આજરોજ સવારે નૂતન હવન કરવામાં આવ્યો ત્યારબાદ બપોરે મહાપ્રસાદ લઈ સાંજે ગામના આરાધ્યદેવ એવા લક્ષ્મીનારાયણ દાદા ની ધજા નું પણ આયોજન કરવામાં આવ્યું. જેમાં શેરીના તમામ આ બાલ વૃદ્ધો હોશે હોશે જોડાયા. હૈયે હૈયું દડાય એવી જનમેદની એકત્ર થઈ આ કાર્યક્રમને સોનામાં સુગંધ ભળે એવો અવસર રૂપી બનાવ્યો. અંતે શાંતિ આરતી કરી સૌ જય સીયારામના નાદ સાથે અલગ થયા. રામજી મંદિરના મહંત રામપ્રસાદભાઈ કુબાવત જણાવે છે કે આ એક અવસર અનેરો હતો જેમાં લોક ભાગીદારી થી સરસ આયોજન થયું.









