
ફૈઝ ખત્રી…શિનોર
શિનોર તાલુકાના સાધલી.શિનોર અને સેગવા સહિતના વિસ્તારોમાં સવારના સાડા ત્રણ વાગ્યાના સમયે અચાનક પડેલા વરસાદથી ખેડૂતો ના ઉભા પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ થઈ રહી છે.
ખેડૂતોના જણાવ્યા મુજબ કપાસ.દિવેલા.કેળા સહિતના પાકો માં વરસાદી પાણીથી ગુણવત્તા બગડવાની તેમજ ઊભા તૈયાર પાક ને નુકશાન જવાની શક્યતા છે. કેટલીક જગ્યાએ આંશિક પવન સાથે વરસાદ પડ્યા હોવાના અહેવાલો મળી રહ્યા છે.
શિનોર પંથકમાં સવારથી જ વાતાવરણમાં ભારે ભેજ અને વાદળછાયું માહોલ જોવા મળ્યો, જેને કારણે જાણે ચોમાસાની ઋતુનો અહેસાસ થતો હતો. અચાનક બદલાયેલા હવામાનને કારણે ખેડૂતો ચિંતિત બન્યા છે અને તેઓ સરકાર તરફથી પાકનું સર્વેક્ષણ કરીને યોગ્ય વળતર આપવાની માંગ કરી રહ્યા છે.
સ્થાનિક કૃષિ વિભાગ દ્વારા નુકસાનનું પ્રાથમિક મૂલ્યાંકન કરવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગ કરાઈ છે.




