BHUJGUJARATKUTCH

આજરોજ HJD ઇન્સ્ટીટ્યુટ કેરા ખાતે નવ નિયુક્ત આચાર્યોને સન્માન માટે કચ્છ જીલ્લા આચાર્ય સંઘની સામાન્ય સભા યોજાઇ.

6 – નવેમ્બર.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.

ભુજ કચ્છ :- જીલ્લા શિક્ષણાધિકારી શ્રી સંજયભાઈ પરમાર સાહેબ ના અધ્યક્ષ સ્થાને તેમજ શ્રી જગદીશભાઇ હાલાઈ ચેરમેન HJD HJD ઇન્સ્ટીટ્યુટ કેરાના અતિથિ વિશેષ પડે યોજાયેલ આ કાર્યક્રમમાં તાજેતરમાં જ કચ્છ જીલ્લાની ગ્રાન્ટેડ શાળાઓમાં નિયુક્ત થયેલ આચાર્યો ને સન્માનવામાં આવ્યા આ પ્રસંગે આચાર્ય સંઘના પ્રમુખ શ્રી રણજીતસિંહ જાડેજાએ નવ નિયુક્ત આચાર્યોને સંઘ સાથે રહી સંઘને મજબૂતી આપવા સહિત શાળા સંચાલન સહિત ના અનુભવો દ્રારા શીખ આપી હતી તો શ્રી સંજયભાઈ પરમાર સાહેબે શાળામાં આચાર્યનો રોલ અંગે સમજાવતા કહ્યું હતું કે આચરણ કરે એ આચાર્ય શિક્ષકો વાલી તેમજ વિદ્યાર્થીઓ માટે આચાર્ય એ એક રોલ મોડલ હોવો જોઈએ ઉપરાંત ગમાઈ સમય માં આવનાર બોર્ડ પરીક્ષાઓમાં કચ્છ જિલ્લો પુનઃ રાજ્યમાં અવ્વલ નંબરે રહે તે માટે આયોજન અંગે જણાવતા કહ્યું હતું કે આ વર્ષે પ્રિ બોર્ડ એક્જામ બે વાર લેવામાં આવશે તેમજ કચ્છ જીલ્લા ના સ્થાનિક ઉમેદવારો શિક્ષક અભિરુચિ કસોટીમાં વધુ સંખ્યામાં સફળતા મેળવે તો શિક્ષક ઘટનો પ્રશ્ન ઉકેલી શકાય તે માટે સ્પર્ધાત્મક પરિક્ષાના વર્ગો યોજવા અને JEE અને NEET પરીક્ષાઓ ના વર્ગો નું આયોજન કરી વધુ સંખ્યામાં વોદ્યાર્થીઓ સફળતા મેળવે તે માટેના પ્રયત્નો કરવામાં આવશે.આ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ કન્યા વિદ્યાલય નારણપર ના આચાર્ય શ્રીમતી વર્ષાબેન જોશી નું DEO શ્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું અત્રે નોંધનીય છે કે શ્રી સ્વામિનારાયણ કન્યા વિદ્યાલય નારણપર શાળા પણ રાજ્યની શ્રેષ્ઠ શાળા તરીકે સિધ્ધી મેળવેલ છે.  કચ્છ જીલ્લા આચાર્ય સંઘના હોદ્દેદારોમાં અધ્યક્ષ શ્રી ચેતનભાઈ બરમેડા સહિત ઉપ પ્રમુખ ડો વી એમ ચૌધરી,શ્રી સંજયશરણ શ્રી વાસ્તવ,શ્રી સામતભાઇ જાદવ ખજાનચી શ્રી મહેશભાઇ અમૃતિયા સાથે કાર્યક્રમનું સમગ્ર સંચાલન મહામંત્રી શ્રી બ્રિજેશ ઠક્કરે કર્યું હતું

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!