GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

WAKANER:વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીમાંથી વિદેશી દારૂની બોટલો સાથે એક શખ્સ ઝડપાયો

WAKANER:વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીમાંથી વિદેશી દારૂની બોટલો સાથે એક શખ્સ ઝડપાયો

 

 

વાંકાનેર તાલુકાના અગાભી પીપળીયા ગામની સીમમાં આવેલ વાડીએ રેડ કરી પોલીસે દારૂની ૬૪ બોટલના જથ્થા સાથે એક આરોપીને ઝડપી લીધો છે બે આરોપીના નામો ખુલતા વધુ તપાસ ચલાવી છે

વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન અગાભી પીપળીયા ગામની સીમમાં આરોપી ઓમદેવસિંહ ઉર્ફે ઉપાભાઈ ગણપતસિંહ જાડેજાની વાડીમાં દારૂનો જથ્થો રાખી વેચાણ કરતા હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી વાડીમાં બગીચામાં બાચકામાં રાખેલ દારૂની બોટલ નંગ ૬૪ કીમત રૂ ૮૩,૨૦૦ નો જથ્થો જપ્ત કરી આરોપી ઓમદેવસિંહ ગણપતસિંહ જાડેજાને ઝડપી લીધો છે અન્ય આરોપી પ્રકાશ રાજેશભાઈ ઉકેડીયા અને પરવેજ અશરફ કાદરી રહે બંને અગાભી પીપળીયા વાળાના નામ ખુલતા વધુ તપાસ ચલાવી છે

Back to top button
error: Content is protected !!