RAMESH SAVANI

વડાપ્રધાન ભલે ‘મધર ઓફ ડેમોક્રસી’ની વાત કરે; પણ તેમણે દેશના લોકતંત્રને ફ્રિજ કરી દીધું છે !

ED-Enforcement Directorateએ 21 માર્ચ 2024ના રોજ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી છે. દિલ્હીની દારુ નીતિ અંગેનો કેસ છે. જાન્યુઆરી 2024માં ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનની EDએ ધરપકડ કરી હતી. માર્ચ 2023માં દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને EDએ અટક કરેલ. 2014થી 2022 વચ્ચે 121 અગ્રણી નેતાઓ EDના રડાર હેઠળ હતા. તેમાં 115 વિપક્ષી નેતાઓ હતા ! 2014 પછી EDએ 95% કેસ વિપક્ષના નેતાઓ સામે કર્યા છે ! મની લોન્ડરિંગ એક્ટ 2005 હેઠળ EDને ધરપકડની સત્તા છે. જામીનની કડક જોગવાઈઓ છે. આરોપીની મિલકતો કોર્ટમાં પુરાવા તરીકે સ્વીકાર્ય છે. તપાસ અધિકારી સમક્ષના નિવેદનો માન્ય રહે છે. તેથી RDના કેસમાં સજા થવાની શક્યતા વધુ છે.
EDની કાર્યવાહી સામે વિપક્ષોએ અવાજ ઊઠાવ્યો છે પણ ED કહે છે કે ‘અમારી કાર્યવાહી બિન-રાજકીય છે અને રાજ્ય પોલીસ અથવા કોઈપણ કેન્દ્રીય એજન્સી દ્વારા રાજકારણી સામે કેસ નોંધાયા પછી જ ED મની લોન્ડરિંગનો કેસ નોંધી શકે છે.’ પરંતુ વિપક્ષના 115 નેતાઓ સામે ED કાર્યવાહી કરે છે પરંતુ સત્તાપક્ષના નેતાઓ સામે કાર્યવાહી થતી નથી ! આનો અર્થ એ પણ થાય કે વિપક્ષમાં માત્ર ભ્રષ્ટ નેતાઓ છે અને સત્તાપક્ષના નેતાઓ પવિત્ર ગાય જેવા છે ! વળી એક ખાસિયત એ જોવા મળે છે કે વિપક્ષના નેતા સામે CBI-Central Bureau of Investigation/ED/ IT-Income Tax કાર્યવાહી કરે તે નેતા જો સત્તાપક્ષમાં જોડાય તો તરત જ તે દેવદૂત બની જાય છે ! 2014 તથા 2015માં આસામના કોંગ્રેસના નેતા હિમંતા બિસ્વા સરમા ઉપર CBI/ ED દ્વારા ‘શારદા ચિટ ફંડ’ કૌભાંડમાં દરોડા પાડવામાં આવેલ. પરંતુ તેઓ સત્તાપક્ષમાં જોડાઈ ગયા બાદ CBI/ED બિલકુલ નિષ્ક્રિય થઈ ગયેલ ! TMC નેતા શુભેન્દુ અધિકારી અને મુકુલ રોય સામે CBI/ EDએ તપાસ હાથ ધરી હતી પરંતુ તે બન્ને નેતાઓ સત્તાપક્ષમાં જોડાઈ જતા CBI/ED બિલકુલ નિષ્ક્રિય થઈ ગયેલ ! 2019માં EDએ TDPના સંસદસભ્ય વાય. એસ. ચૌધરીની સંપત્તિઓ જપ્ત કરેલ, પાછળથી ચૌધરી સત્તાપક્ષમાં જોડાઈ ગયા હતા ! ‘નેશનલ હેરલ્ડ’ કેસમાં EDએ કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી/ રાહુલ ગાંધી સામે તપાસ ચાલુ રાખી છે. ‘એરસેલ મેક્સિસ કેસ’માં EDએ પૂર્વ નાણામંત્રી ચિદમ્બરમ અને તેના પુત્ર કાર્તિક સામે કાર્યવાહી કરી છે. EDએ ચિદમ્બરમ સામે ‘INX મીડિયા કેસ’ તથા ‘વિઝા માટે લાંચ’ અંગે કાર્યવાહી કરી છે. કોંગ્રસ નેતા કમલનાથ અને તેના 6 સંબંધીઓ સામે EDએ કાર્યવાહી કરી છે. કેરળના CPI(M)ના નેતા કોડિયેરી બાલક્રિષ્ણનના પુત્ર સામે ED તપાસ કરે છે. 2007-09માં રાજસ્થાન કોંગ્રેસના નેતા ગેહલોતના ભાઈ પર EDએ દરોડા પાડ્યા હતા. કર્ણાટકના વિપક્ષી નેતા ડી. કે. શિવકુમાર/ હરિયાણાના પૂર્વ મુખ્યમત્રી ભૂપિન્દર સિંહ હુડ્ડા/ સંસદસભ્ય અહેમદ પટેલ/ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જી/ બિહારના લાલુપ્રસાદ યાદવ અને તેમનો પરિવાર/ કર્ણાટકના માઈનિંગ બેરોન જનાર્દન રેડ્ડી/ મહારાષ્ટ્રના નેતા અજિત પવાર, છગન ભૂજબળ, નારાયણ રાણે વગેરે EDની ઝપટે ચડ્યા છે.
પરંતુ અજિત પવાર/ છગન ભૂજબળ/ નારાયણ રાણે/ યેદુરપ્પા/ શુભેન્દુ અધિકારી/ હિમંતા સરમા સામે EDએ કાર્યવાહી પડતી મૂકી છે ! તેઓ સત્તાપક્ષમાં જોડાઈ ગયા એટલે તરત જ દેવદૂત બની ગયા ! શું વિપક્ષો એક થયા તેથી સત્તાપક્ષને પેટમાં દુખતું હશે? લોકસભાની ચૂંટણીની આચાર સંહિતા લાગુ પડી ગઈ છે, ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે ત્યારે દિલ્હીના મુખ્યમંત્રીને ED એરેસ્ટ કરે તે શંકા ઉપજાવે છે ! કોંગ્રેસ પક્ષનું બેન્ક એકાઉન્ટ ITએ ફ્રિજ કરી દીધું છે. કોંગ્રેસ પ્રચાર ન કરી શકે તે માટે સત્તાપક્ષે કારસો રચ્યો છે. આશ્ચર્યની બાબત એ છે કે કોંગ્રેસને, 30 વરસ જૂના કેસમાં 14 લાખની અનિયમિતતા માટે ITએ રુપિયા 200 કરોડનો દંડ કર્યો છે ! ન્યાય સંસ્થાઓ ચૂપ છે, મીડિયા ચૂપ છે. નિષ્પક્ષ ચૂંટણી કરાવવાની જેની જવાબદારી છે તે ચૂંટણીપંચ પણ ‘ક્રિમિનલ એક્શન’ અંગે ખામોશ છે. સત્તાપક્ષ પોતાના ઉમેદવાર દીઠ 50-100 કરોડનો ખર્ચ કરશે, જ્યારે કોંગ્રેસ પોતાના ઉમેદવાર દીઠ એક રુરિયાનો ખર્ચ નહીં કરી શકે ! શું ચૂંટણીપંચને આ અસમાનતા ઉચિત લાગતી હશે? લોકોની તાકાત લોકતંત્ર છે, બંધારણ છે, તેને જ લકવાગ્રસ્ત કરવાની આ ચાલ છે. આ વિપક્ષો પર નહીં, લોકોના હક્ક અને દેશના ભવિષ્ય પરનો હુમલો છે. આ સ્થિતિ જોતાં, કોઈ સ્પર્ધા ન હોવાથી, સત્તાપક્ષને લોકસભાની ચૂંટણીમાં 400થી વધુ બેઠકો મળશે ! વડાપ્રધાન ભલે ‘મધર ઓફ ડેમોક્રસી’ની વાત કરે; પણ તેમણે દેશના લોકતંત્રને ફ્રિજ કરી દીધું છે !rs

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!