RAMESH SAVANI

ધૂણીને ઈલાજ કરે કે ભ્રામક જાહેરાતો દ્વારા દવાઓ વેચી ધંધો કરે; બન્ને પ્રવૃતિઓ ખતરનાક છે !

દરેક ધર્મના સ્થાપિત હિતો પોતાના સ્વાર્થ માટે અંધશ્રદ્ધાની ખેતી કરે છે. કોઈ ધૂણીને સારવાર કરે છે, તો કોઈ ધૂણીને કેન્સર/ એઈડસ જેવા રોગોનો ઈલાજ કરે છે. કોઈ ધૂણીને મનની પરમ શાંતિ અપાવવાનો ગાવો કરે છે. કોઈ ‘ઓશો એનર્જી ટ્રાન્સફર’ કરવા ધૂણે છે, ચિત્કાર કરે છે, બૂમો પાડે છે ! કોઈ દરગાહનું પાણી પાઈને કેન્સર મટાડવાનો દાવો કરે છે તો કોઈ માઈકમાં ફૂંક મારી પાણી મંત્રીને સંતાનપ્રપ્તિનો ખેલ કરે છે ! ટૂંકમાં ખોટા દાવા કરનારા બધાંજ ભૂવાજીઓ/ સ્વામિઓ/ યોગીઓ/ મૌલવીઓ/ પાદરીઓ શ્રદ્ધાળુ લોકો સાથે છેતરપિંડી કરે છે.
આ ધર્મના ઠેકેદારો પોતે માતાજી/ ઈશ્વર/ અલ્લાહ/ ગોડના એજન્ટ હોવાનો ડોળ કરે છે ! જ્યાં સુધી સમાજમાં અન્યાય છે/ અસમાનતા છે/ શોષણ છે/ ગરીબી છે/ દુ:ખો છે/ યાતનાઓ છે, ત્યાં સુધી ધર્મના ઠેકેદારોની દુકાનો ચાલવાની છે. સામાજિક ન્યાય જ આવી અંધશ્રદ્ધાઓને નાથી શકે !
પરંતુ હાલે ગોડસેવાદીઓ/ કટ્ટરપંથીઓ દ્વારા સોશિયલ મીડિયામાં બાબા રામદેવનો બચાવ કરવાની ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. એક પાદરી એઈડસના દર્દીને ધૂણાવીને એઈડ્સ ભગાડી દે છે અને પવિત્ર જળ છાંટતા જ મહિલાઓ ધૂણવા લાગે છે, તેવો વીડિયો મૂકીને કટાક્ષમાં કહે છે કે ‘આયુર્વેદ અંધવિશ્વાસ છે અને ધૂણીને કેન્સર/એઈડ્સના રોગોનો ઈલાજ કરે તે ખરું વિજ્ઞાન છે ! IMA-ઈન્ડિયન મેડિકલ એસોસિએશન પાદરીઓ સામે સુપ્રિમકોર્ટમાં જતું નથી !’
થોડાં મુદ્દાઓ : [1] દરેક ધર્મમાં અંધશ્રદ્ધાઓનો વેપાર ચાલે છે. આ બંધ કરાવવા માટે જે તે ધર્મના લોકોએ આગળ આવવું પડે અને માતાજી/ ભગવાન/ અલ્લાહ/ ગોડના એજન્ટોને પડકારવા પડે. બંધારણના આર્ટિકલ-51 A (H) મુજબ ‘વૈજ્ઞાનિક માનસ/ જિજ્ઞાસા અને સુધારણાની ભાવના કેળવવાની દરેક નાગરિકની મૂળભૂત ફરજ છે. [2] આવી અંધશ્રદ્ધાઓ અટકાવવાની સરકારની પણ ફરજ છે. કોઈ પાદરી આ રીતે કેન્સર કે એઈડસ ભગાડતો હોય તો સરકારે તેને જેલમાં પૂરવો જોઈએ ! [3] જે રીતે ભૂવાજીઓ/ સ્વામિઓ/ યોગીઓ/ મૌલવીઓ/ પાદરીઓ ખોટા દાવાઓ કરી શ્રદ્ધાળુ લોકોને છેતરે છે; તેવી જ રીતે બાબા રામદેવે ‘કોરોનિલ’ દવા માટે ખોટો દાવો કરી લોકો સાથે છેતરપિંડી કરેલ. જાહેરાત પાછળ કરોડો રુપિયા ખર્ચ કરી લોકોને ભ્રમિત કરેલ અને કોરોના મહામારીમાં મોટો ધંધો કરેલ ! રામદેવ સહજ રીતે છેતરપિંડી કરી શકે છે કેમકે તે ભગવા કપડાં પહેરે છે ! લોકો ભગવું કપડું જૂએ એટલે માની લે ! કશોય વિચાર કરતા નથી ! ગોડસેવાદીઓ ભ્રમ ફેલાવે છે કે ‘બાબા રામદેવ એટલે આયુર્વેદ ! બાબા રામદેવ સામેની કાર્યવાહી એટલે સનાતન સંસ્કૃતિનું અપમાન !’ યાદ રહે; ઈન્ડિયન મેડિકલ એસોસિએશને આયુર્વેદનો વિરોધ નથી કર્યો, સનાતન સંસ્કૃતિનો વિરોધ નથી કર્યો; માત્ર બાબા રામદેવના ભ્રામક દાવાનો વિરોધ કર્યો હતો ! રામદેવે એલોપથીને ‘જૂઠ્ઠું વિજ્ઞાન’ કહેલ તેનો વિરોધ IMAએ કર્યો હતો ! રામદેવે એવો દાવો કર્યો હતો કે ‘અમારી કંપની પતંજલિએ સંશોધન કર્યું છે અને કોરોના/ બીપી/ ડાયાબિટીસ/ કેન્સર જેવી બિમારીઓ માટે કાયમી ઈલાજ શોધી કાઢ્યો છે !’ રામદેવે દેશને ભ્રમિત કર્યો હતો, હવે ગોડસેવાદીઓ ‘આયુર્વેદ’ અને ‘સનાતન સંસ્કૃતિ’ના નામે લોકોને ભ્રમિત કરી રહ્યા છે ! સુપ્રિમકોર્ટ રામદેવને સજા ન કરે તે માટેની આ ઝૂંબેશ છે ! બાબા રમદેવ એ આયુર્વેદ નથી, ભગવા કપડા પહેરી ધંધો કરે તે સનાતન સંસ્કૃતિ નથી !
ધૂણીને ઈલાજ કરે કે ભ્રામક જાહેરાતો દ્વારા દવાઓ વેચી ધંધો કરે; બન્ને પ્રવૃતિઓ ખતરનાક છે ! કેમકે લોકોના જીવ જાય છે. આ બન્ને પ્રવૃતિઓ કાયદાથી પ્રતિબંધિત હોવી જ જોઈએ. રામદેવનો બચાવ કરનારાઓને લાગે છે કે પોતે સનાતન સંસ્કૃતિને બચાવી રહ્યા છે; પરંતુ તેઓ પેતાના હિત અને રાષ્ટ્રિય હિતની વિરુદ્ધ કામ કરી રહ્યા છે !rs

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!