RAMESH SAVANI

શું દલિતો; નકલી હિન્દુત્વવાદીઓ અને અસલી ગોડસેવાદીઓને ઓળખશે?

દેશમાં સત્તાપક્ષે નકલી હિદુત્વનું વાવાઝોડું ઊભું કરી દીધું છે. વડાપ્રધાન દલિતોદ્ધારક હોય તેવી ભાષા બોલી રહ્યા છે ! સત્તાપક્ષ એટલે RSS, અને RSS એટલે પ્રગતિશીલતાનો/ સમાજવાદનો/ સામાજિક સમાનતાનો/ ગરીબલક્ષી વિચારધારાનો વિરોધી !
એક શરમજનક ઘટના બની છે. 22 એપ્રિલ 2024ના રોજ કલકતાના ટેલિગ્રાફ અખબારમાં પ્રસિદ્ધ થયેલ સમાચાર મુજબ, પ્રતિષ્ઠિત સંસ્થા TISS-Tata Institute of Social Sciences માં દલિત PhD સ્કોલર રામાદાસને વડાપ્રધાનની આલોચના કરવા સબબ 18 એપ્રિલ 2024ના રોજ, બે વરસ માટે સસ્પેન્ડ કરેલ છે. રામાદાસે 12 જાન્યુઆરી 2024ના રોજ NEP-National Education Policy સામે સંસદની બહાર પ્રદર્શનમાં ભાગ લીધો હતો. આ પોલિસી શિક્ષણના ખાનગીકરણને પ્રોત્સાહન આપે છે. રામદાસે PSF-પ્રોગ્રેસિવ સ્ટુડન્ટ્સ ફોરમ TISSનું બેનર પકડ્યું હતું. TISS એ આને પોતાના નામનો ઘોર દુરુપયોગ અને ગેરવર્તણૂકનું કૃત્ય ગણાવ્યું છે !
વડાપ્રધાને 22 જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યામાં મંદિરના અભિષેકમાં હાજરી આપી હતી તે પછી, રામદાસે સોશિયલ મીડિયા પર પત્રિકા પોસ્ટ કરી હતી જેમાં વિદ્યાર્થીઓને 26 જાન્યુઆરીએ ડોક્યુમેન્ટ્રી, ‘રામ કે નામ’ના સ્ક્રીનિંગ માટે આમંત્રણ આપ્યું હતું. આનંદ પટવર્ધનની આ ફિલ્મ રામ મંદિર અંગે પ્રશ્નો ઉભા કરે છે. જો કે, ફિલ્મ આખરે પ્રદર્શિત થઈ ન હતી. રામદાસે જાન્યુઆરી 2023 માં કેમ્પસમાં BBCની ‘પ્રતિબંધિત’ ડોક્યુમેન્ટરી, ‘ઈન્ડિયા: ધ મોદી ક્વેશ્ચન’ સ્ક્રીનિંગ કરી હતી. આ ડોક્યુમેન્ટરીમાં ગુજરાતના મુખ્યમંત્રી અને વડાપ્રધાન તરીકેના મોદીના સમયની આલોચના કરવામાં આવેલ.
માનસિકતા તો જૂઓ ! રામદાસ સ્ટુડન્ડ છે. એક સ્ટુડન્ડને વડાપ્રધાનની આલોચના કરવા સબબ બે વરસ સુધી અભ્યાસથી વંચિત કરવાની આવી ઘટના ભૂતકાળમાં ક્યારેય બની નથી ! રામદાસે હિંસક/ અશાંત વિરોધ કર્યો ન હતો. બંધારણે બક્ષેલ અભિવ્યક્તિની આઝાદી મુજબ આલોચના કરી હતી. નવી શિક્ષણ નીતિમાં શિક્ષણ ખાનગી ઉદ્યોગપતિઓના હાથમાં સોંપવાની વાત છે, જેનો વિરોધ દરેક દલિતોએ/ મધ્યમ વર્ગના લોકોએ કરવો જોઈએ. કેમકે શિક્ષણના ખાનગીકરણની સૌથી વિપરિત અસર દલિતોને/ મધ્યમ વર્ગને થવાની છે. મનુસ્મૃતિ કાળમાં દલિતોને જ નહી, પરંતુ વિશાળ શૂદ્રવર્ગને શિક્ષણથી વંચિત રાખવામાં આવ્યો હતો ! BBCની ડોક્યુમેન્ટરીમાં જે બતાવેલ છે તે સૌએ સોશિયલ મીડિયા પર જોયેલ છે અને તેમાં વાસ્તવિકતા રજૂ કરવામાં આવી છે. BBCની ડોક્યુમેન્ટરી પર પ્રતિબંધ એ સત્ય પરનો પ્રતિબંધ હતો ! સ્વાભાવિક છે કે સત્યાગ્રહી યુવાનો પ્રતિબંધની સામે અવાજ ઊઠાવે ! BBCની ડોક્યુમેન્ટરી પરનો પ્રતિબંધ વડાપ્રધાનનો ગંદો ઈરાદો વ્યક્ત કરે છે !
અન્યાય સામે અવાજ ઊઠાવે તે જ સાચું શિક્ષણ ! એક રામદાસનો ભોગ લેવાયો છે એવું નથી, હજુ દલિતો/ આદિવાસીઓ/ મધ્યમ વર્ગના અનેક રામદાસોનો ભોગ લેવાશે ! ચેતજો ! નકલી હિન્દુત્વવાદીઓ અને અસલી ગોડસેવાદીઓને બરાબર ઓળખો !rs

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!