
સમીર પટેલ, ભરૂચ
2 લાખ રૂપિયાનો દંડ અને વીજ, પાણી – ડ્રેનેજ જોડાણ કાપવા હુકમ કર્યો
પાનોલી જીઆઇડીસી માં જીપીસીબી ની મોનીટંરીગ ટીમ દ્વારા થોડા સમય પૂર્વે મોનીટંરીગ કરી રહી હતી તે દરમિયાન વરસાદી સ્ટોર્મ વોટર ડ્રેઇન માં રાસાયણિક પાણી વહેતુ નજરે પડ્યું હતું આ અંગે જાગૃત નાગરિક દ્વારા પણ જાણ કરવામાં આવતા જીપીસીબી દ્વારા તેના નમૂના લેવામાં આવ્યા હતા અને વરસાદી પાણી ની કાંસ માં રાસાયણિક પાણી ક્યાં થી આવી રહ્યું છે. તે દિશામાં તપાસ કરી હતી. જેમાં પાનોલી પ્રોડક્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપની માંથી રાસાયણિક અત્યંત એસિડિક પાણી આવી રહ્યું હોવાનું સામે આવતા જીપીસીબી એ સ્થળ તપાસ કરી બને સ્થળે થી નમૂના લીધા હતા અને નમૂના એનાલિસિસ કરવા લેબ માં મોકલ્યા હતા.
જે વરસાદી કાંસ વહેતુ અને કંપની માંથી લીધા સેમ્પલ એક હોવાનું સામે આવ્યું હતું. જે આધારે વડી કચેરી ખાતે રિપોર્ટ કર્યો હતો. જે રિપોર્ટ આધારે જીપીસીબી વડી કચેરી દ્વારા તાત્કાલિક અસર થી પાનોલી પ્રોડક્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપની ને ક્લોઝર નોટિસ ફટકારી હતી અને તેને 2 લાખ રૂપિયા નો દંડ તેમજ પાણી. વીજ અને ડ્રેનેજ જોડાણ કાપવા નો હુકમ કર્યો હતો. જે આધારે વીજ અને નોટીફાઈડ પાનોલી વિભાગ દ્વારા જોડાણ કાપી નાખવા ની કાર્યવાહી કરી હતી.




