AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લાનાં આહવા ખાતે સમર સાયન્સ હોબી કેમ્પ શરૂ કરવામાં આવ્યું..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

ગુજરાત સરકારશ્રીના વિજ્ઞાન અને પ્રૌદ્યોગીકી વિભાગ, ગુજરાત સરકારની ગુજરાત કાઉંસીલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી, કચેરી, ગાંધીનગર પ્રેરિત પ્રયોશા જિલ્લા લોક વિજ્ઞાન કેંન્દ્ર આહવા ડાંગ ખાતે તારીખ ૧૩ થી ૧૭ મે સુધી સમર સાયન્સ હોબી કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ છે.

ડાંગ સ્વરાજ આશ્રમના સભ્ય શ્રી કેતનભાઇ પટેલની અધ્યક્ષતામાં સમર સાયન્સ હોબી કેમ્પની શરૂઆત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સેવાધામ આહવાના સામાજિક કાર્યકર શ્રી છગનભાઇ ચોર્યા ખાસ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

સમર સાયન્સ હોબી કેમ્પમાં પ્રયોશા જીલ્લા લોક વિજ્ઞાન કેંન્દ્રના કોઓર્ડીનેટર શ્રી રતિલાલભાઇ સુર્યવંશીએ સહભાગીઓને કેમ્પના આયોજન વિશે જરૂરી માહિતી આપી હતી. સાયંસ કોમ્યુનિકેટર શ્રી સંજયભાઇ બાગુલ દ્વારા વિદ્યાર્થીઓને રોકેટ મોડેલ બનાવવાની રીત અંગે સમજણ આપી હતી. જે બાદ વિધ્યાર્થીઓએ જાતે જ રોકેટ બનાવ્યાં હતા.

કાર્યક્રમનું સમગ્ર સંચાલન શ્રી સંજયભાઇ  દ્વારા કરવામાં આવ્યું હતું.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!