હાલોલ -તેરા તુજકો અર્પણ અભિયાન અંતર્ગત અરજદારોના ખોવાયેલા 5 મોબાઇલ શોધી પરત કરતી હાલોલ ટાઉન પોલીસ

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૩૧.૧.૨૦૨૫
પંચમહાલ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ તેમજ હાલોલ DYSP વી.જે.રાઠોડ તેમજ હાલોલ ટાઉન પોલીસ પીઆઈ કે.એ.ચૌધરીની સૂચના અને માર્ગદર્શન હેઠળ તેરા તુજકો અર્પણ અંતર્ગત હાલોલ પંથકમાં લોકોના મોબાઈલ ગુમ થયેલી અરજીઓ ને લઇ પોલીસ તંત્ર દ્વારા ટેકનિકલ રીતે તેમજ વિવિધ રીતે તપાસ હાથ ધરી શોધી આપી જે લોકો માટે મોંઘા અને અનમોલ કહી શકાય તેવા ગુમ કે થયેલ મોબાઈલ ફોન તેવા લોકોને શોધી તેઓને પોલીસના તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ હાલોલ ટાઉન પોલીસે પાંચ અરજદારોના કુલ 95,097 રૂ.ના મોબાઈલ પરત આપતા અને તેઓના મોબાઈલ પરત મળતા અરજદારોના ચહેરા પર મુસ્કુરાહટ જોવા મળી હતી અને તેઓએ પોતાની કીમતી મોબાઈલ પરત મળવાની ખુશી જાહેર કરી હાલોલ ટાઉન પોલીસનો આભાર વ્યક્ત કરી પોલીસની કર્તવ્ય નિષ્ઠાને સલામ કરી હતી આ પ્રસંગે પોતાના ગુમ થયેલા અને પરત મળેલા મોબાઈલ લેવા આવેલા અરજદારો અને તેમના પરિજનો સહિત હાલોલ ટાઉન પોલીસ મથકના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.







