બાયડ બસ સ્ટેન્ડ સામેના જાહેર માર્ગ પર બબાલ કરનાર ઇસમો પોલીસ કસ્ટડીમાં
બાયડ ના હાર્દ સમા ચેતન કિરાણા સ્ટોર આગળના વિસ્તારમાં અસામાજિક તત્વોની ધમાલ

કિરીટ પટેલ બાયડ
માહિતગાર સૂત્રોના જણાવ્યા અનુસાર બાયડના હાર્દ સમા ચેતનકિરણના સ્ટોર આગળ સીએનજી રીક્ષા ચાલકે નશા ની હાલતમાં ટેમ્પો ચાલક સાથે ઝઘડો કરતા ટ્રાફિક જામ થઈ ગયો હતો બનાવની વિગત જોતા બાયડ ચેતન કિરાણા સ્ટોર આગળ સીએનજી રીક્ષા ચાલકને કોઈ ટેમ્પો ચાલકે પાછળથી ટક્કર મારતા સીએનજી રીક્ષા ની નંબર પ્લેટ તેમજ પાછળના ભાગે નુકસાન થયેલું આ બાબતે રીક્ષા ચાલકે ટેમ્પો ચાલક સાથે બોલાચાલી કરી હતી જેના લીધે ટ્રાફિક જામ જેવા દ્રશ્યો સર્જાયા હતા ઝઘડો ઉગ્ર રૂપ ધારણ કરે તે પહેલા બાયડ પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને મામલો શાંત પાડવાની કામગીરી હાથ ધરી હતી તેવામાં રીક્ષા ચાલક શૈલેષ પરમાર તેમજ તેના મિત્ર અનિલ જશુભાઈ પરમાર નશા ની હાલતમાં પોલીસ સાથે ગેરવર્તણૂક કરી ફરજ પરના પોલીસને ધક્કો મારતા મામલો ગરમાયો હતો તપાસ કરતા પોલીસને ખબર પડી કે બંને આરોપીઓ નશા ની હાલતમાં પોલીસ સાથે ગેરવર્તણૂક કરી રહ્યા છે આ બાબતે પોલીસે બંને આરોપી શૈલેષભાઈ સનાભાઇ પરમાર તેમજ તેમના મિત્ર અનિલભાઈ જશુભાઈ પરમાર બંને રહેવાસી ભૂલી વિસ્તાર બાયડ ને પ્રોહીબિશન એક્ટ હેઠળ તેમજ પોલીસ કર્મીઓના કામમાં રૂકાવટ કરવા તેમજ સરકારી કર્મચારી સાથે અભદ્ર વર્તન કરવા બાબતે પોલીસ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા હતા. આ કામની તપાસ બાયડ પીએસઆઇ ચલાવી રહ્યા છે




