બાયડના રડોદરા ખાતે સર્વે જ્ઞાતિ સમૂહ લગ્નોત્સવમાં ભારે વાવાઝોડા સાથે વરસાદ, ચોરી મંડપમાં વરસાદ અને પવન ને કારણે દોડધામ મચી
અરવલ્લી
અહેવાલ : હિતેન્દ્ર પટેલ
બાયડના રડોદરા ખાતે સર્વે જ્ઞાતિ સમૂહ લગ્નોત્સવમાં ભારે વાવાઝોડા સાથે વરસાદ, ચોરી મંડપમાં વરસાદ અને પવન ને કારણે દોડધામ મચી
હવામાન વિભાગ દ્વારા ભારે પવન તેમજ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે એક દિવસના વિરામ બાદ ફરીથી અરવલ્લી જિલ્લાની અંદર અચાનક સાંજના સમયે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો જેની અંદર ભારે પવન સાથે વરસાદનું આગમન થયું હતું, બાયડ મેઘરજ, માલપુર, મોડાસા સહીત તાલુકાઓ માં સહિત અનેક વિસ્તારમાં ભારે પવન ફૂંકાવવા લાગ્યો હતો વરસાદ વરસ્યો હતો
બાયડની અંદર જે ધવલસિંહ ઝાલા દ્વારા સર્વ જ્ઞાતિઓ સમુહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમુહ લગ્ન આયોજનની અંદર આ વાવાઝોડું ટ્રાટક્યું હતું અને ભારે વરસાદ વરસ્યો હતો.જેની અંદર 108 નંદપતીના લગ્ન સંપન્ન થયા બાદ આ વાવાઝોડું આવ્યું હતું. ભારે પવનના કારણે લગ્ન મંડપ ઊડતા ભારે નુકસાન થયું હતું.દોડાદોડી થવા લાગી હતી ખાસ કરીને બાયડમાં સર્વજ્ઞ તે સમૂહ લગ્નની અંદર ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ નવદંપતીની આશીર્વાદ આપવા પહોંચી રહ્યા તે દરમિયા દહેગામ – બાયડ રોડ માર્ગે આવતા સીએમનો કાફલો સુરક્ષિત જોવા મળ્યો હતો અને કાફલો બાયડ તરફ આવતા વાવઝોડુ નડ્યું હતું અને સીએમ ભુપેન્દ્ર પટેલ બાયડ સર્કિટ હાઉસ ખાતે પહોચ્યા હતા ૧૦૮ યુગલોને આશીર્વાદ આપવા પહોચી રહ્યા હતા સીએમ તે સમયે જ વાવાઝોડું આવતા સર્કિટ હાઉસ ખાતે થી સીધા ગાંધીનગર ખાતે cm સહીત કાફલો રવાના થયો હોવાની માહિતી સુત્રો દ્વારા પ્રાપ્ત થઈ હતી. જોકે સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નોત્સવમાં વાવાઝોડું ત્રાટકતા ભારે નુકશાન થયું હતું અને વિવિધ કાર્યક્રમો પણ હાલ સ્થગિત કર્યા હોવાની માહિતી પણ સામે આવી છે