BAYAD

બાયડ તાલુકાના રડોદરા મુકામે ચતુર્થ સર્વજ્ઞાતિય સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું

કિરીટ પટેલ બાયડ
ચતુર્થ સર્વ જ્ઞાતિય સમૂહલગ્ન મહોત્સવ ભવ્ય રીતે પૂર્ણ
અરવલ્લી જિલ્લાના ગામ રડોદરા, તાલુકો બાયડ ખાતે આયોજિત ચતુર્થ સર્વ જ્ઞાતિય સમૂહલગ્ન મહોત્સવ ભવ્યતા અને શ્રદ્ધાભાવ સાથે સફળતાપૂર્વક પૂર્ણ થયો. આ પવિત્ર પ્રસંગે કુલ 111 નવયુગલોનું વૈદિક વિધિ મુજબ લગ્નસંસ્કાર સંપન્ન કરવામાં આવ્યું.
કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે અલ્પેશભાઈ ઠાકોર (ધારાસભ્ય, ગાંધીનગર દક્ષિણ અને ઠાકોર સેના પ્રમુખ) ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ માનનીય સાંસદ શ્રીમતી શોભનાબેન, જિલ્લા કલેકટર શ્રી પ્રશસ્તિ પરીક, જિલ્લાના સંગઠનના પ્રમુખ ભીખાજી ઠાકોર, અરવલ્લી જિલ્લાના એસપી મનોવરસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત પૂર્વ મંત્રી તથા મોડાસા ધારાસભ્ય ભીખુશી પરમાર, દેવગઢ બારિયા ના પૂર્વ ધારાસભ્ય તુષાર બાબા, પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્ર ઠાકોર, મહેન્દ્રસિંહ બારિયા, નરેન્દ્રસિંહ ઝાલા તેમજ બાયડ પ્રાંતના મામલતદાર સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
સાથે જ સુરાપુરા ધામના પૂજ્ય દાનભા બાપુ, વિહતર ધામના ભુવાજી મુકેશભાઈ તથા વડતાલના પૂજ્ય નવતમ સ્વામી સહિત સંતો-મહંતોની પવિત્ર હાજરી રહી હતી.
અરવલ્લી ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, તાલુકા અને જિલ્લા સદસ્યો તેમજ સંગઠનના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ મહોત્સવમાં આશરે 25,000 જેટલા લોકોએ પ્રસાદ ગ્રહણ કરી આ પવિત્ર પ્રસંગને યાદગાર બનાવ્યો. નવદંપતિઓને આશીર્વાદરૂપે પાનેતર, શેરવાની તથા જરૂરી ઘરગથ્થુ સામાનનું વિતરણ કરવામાં આવ્યું.
આ સમગ્ર આયોજન બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ તથા અરવલ્લી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું. અંતમાં ધવલસિંહ ઝાલાએ તમામ મહેમાનો, દાતાશ્રીઓ અને સેવાભાવી કાર્યકરોનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમ દરમિયાન તેઓ પોતે પણ ગરબા ના તાલે ઝૂમી ઉઠ્યા હતા, જે પ્રસંગની આનંદમય ક્ષણ બની રહી.
સમગ્ર કાર્યક્રમ દરમિયાન સોપારી હવન સહિતની ધાર્મિક વિધિઓ ભક્તિભાવપૂર્વક યોજાઈ અને સમાજમાં એકતા, સૌહાર્દ અને સેવાભાવનો ઉત્તમ સંદેશ પ્રસરીત થયો.
આ ભવ્ય આયોજનને સફળ બનાવવા માટે તમામ દાતાશ્રીઓ, સેવાભાવી કાર્યકરો અને આયોજક મંડળનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે.

Back to top button
error: Content is protected !!