BHARUCH CITY / TALUKO
લિટલ સ્ટાર્સ હાઈસ્કૂલમાં રંગોળી બનાવવા પ્રવૃતિઓનું આયોજન થયું
ભરૂચ- બુધવાર- ભરૂચ જિલ્લામાં ૧૭ સપ્ટેમ્બર થી ૩૧ ઓક્ટોબર -૨૦૨૪ સુધી “સ્વચ્છતા હી સેવા (SHS)“ કેમ્પેઈનની શરૂઆત કરવામાં આવેલ છે. જેની થીમ “સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા” સાથે આ કેમ્પેઈનનો ઉદેશ્ય ભરૂચ જિલ્લાને સ્વચ્છ બનાવવાનો છે. ગામમાં લોક ભાગીદારીથી સાફ-સફાઈ, સ્વછતા શપથ, લોક ભાગીદારીથી સાફ-સફાઈ અને સ્વછતા અંગેની સમજ આપવામાં આવી રહી છે. જીલ્લાની શાળાઓમાં પણ વિવિધ પ્રકારના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. જેને અનુસંધાને લિટલ સ્ટાર્સ હાઈસ્કૂલમાં રંગોલી બનાવવાની પ્રવૃતિ હાથ ધરવામાં આવી હતી. ધોરણ ૯ અને ૧૦ ના વિધાર્થીઓ એ પ્રવૃતિમાં રસપૂર્વક ભાગ લીધો હતો. વિધાર્થીઓ એ સ્વચ્છતાની સાથે દેશપ્રેમની ભાવના પણ ઉજાગર થાય તેવા પ્રયત્નો કક્ષાએથી કરવામાં આવી રહ્યા છે અને વિશેષમાં શિક્ષકો દ્વારા વિધાર્થીઓને સ્વચ્છતાનું મહત્વ પણ સમજાવામાં આવ્યું હતું.