પર્સનલ એક્સિડન્ટ ઇન્શ્યોરન્સ અંગેની વ્યાપક માર્ગદર્શિકા
લેખક- શ્રી આશિષ સેઠી, હેડ- હેલ્થ એસબીયુ અને ટ્રાવેલ, બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ
રોડ અકસ્માત હોય, ઘરમાં આગ લાગી હોય કે કેળાની છાલ પર લપસી જવાની ઘટના હોય, આપણે રોજબરોજ આવી ઘટનાઓ જોઈ શકીએ છીએ. આ અકસ્માતો અચાનક અને અણધાર્યા હોય છે, જે રસ્તા પર, ઘરે અથવા કાર્યસ્થળ જેવા વિવિધ સ્થળોએ થતા હોય છે. મોટાભાગના સમયમાં, તે આપણા નિયંત્રણની બહાર હોય છે. આપણા શ્રેષ્ઠ પ્રયત્નો હોવા છતાં, અકસ્માતો થઈ શકે છે, જેના પરિણામે હૉસ્પિટલાઇઝેશન, અપંગતા અથવા મૃત્યુ જેવા ગંભીર પરિણામો થઈ શકે છે. આ અણધારી ઘટના સાવચેત અને તૈયાર રહેવાના મહત્વને દર્શાવે છે. આવી ઘટનાઓ સાથે આવતા આર્થિક બોજને મેનેજ કરવાની મુખ્ય રીતોમાંથી એક પર્સનલ એક્સિડન્ટ ઇન્શ્યોરન્સ છે. તે આ મુશ્કેલ સમય દરમિયાન મહત્વપૂર્ણ આર્થિક સહાય પ્રદાન કરે છે, જે સુનિશ્ચિત કરે છે કે તમે તમારા પ્રિયજનોને સુરક્ષા પ્રદાન કરવાની સાથે સાથે કોઈપણ અનપેક્ષિત ખર્ચને સંભાળવા માટે પણ તૈયાર છો. ચાલો પર્સનલ એક્સિડન્ટ ઇન્શ્યોરન્સ શું છે અને તે તમારા માટે શા માટે ફાયદાકારક છે તે સમજીએ
પર્સનલ એક્સિડન્ટ ઇન્શ્યોરન્સ એ એક ઇન્શ્યોરન્સ કવર છે જે બાહ્ય, દૃશ્યમાન, હિંસક અને અણધારી ઘટનાને કારણે થતી કોઈપણ શારીરિક ઈજાને કવર કરે છે. આ અકસ્માત સામે આર્થિક સુરક્ષા પ્રદાન કરે છે, પછી ભલે તે રસ્તા પર થતો અકસ્માત હોય, ઘરે પડી જવાથી હોય અથવા રમતગમતની ઈજા હોય. આ પ્રકારનો ઇન્શ્યોરન્સ એક લાભ- પૉલિસી છે, એટલે કે તમે પસંદ કરેલી વીમાકૃત રકમના આધારે તમને અથવા તમારા નૉમિનીને પૂર્વ-નિર્ધારિત રકમ ચૂકવવામાં આવે છે. તે સુગમતા પ્રદાન કરે છે, જે તમને તમારી ચોક્કસ જરૂરિયાતો અને પરિસ્થિતિઓને અનુરૂપ કવરેજ તૈયાર કરવાની સુવિધા આપે છે.
ચાલો આ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટના વ્યાપક કવરેજ વિશે જાણીએ:
આકસ્મિક મૃત્યુ: અકસ્માતને કારણે પૉલિસીધારકના મૃત્યુના કિસ્સામાં, ઇન્શ્યોરન્સ પૉલિસી લેતી વખતે પૉલિસીધારક દ્વારા પસંદ કરેલ સંપૂર્ણ વીમાકૃત રકમની ચુકવણી કરાશે. આ રકમ પૉલિસી હેઠળ ઉલ્લેખિત લાભાર્થીને ચૂકવવામાં આવશે. આ લમ્પસમ રકમ આશ્રિતોને આવકના રિપ્લેસમેન્ટની ખાતરી આપે છે.
કાયમી સંપૂર્ણ વિકલાંગતા: પૉલિસીધારકોને અકસ્માતના પરિણામે પૉલિસીના નિયમો અને શરતોમાં વ્યાખ્યાયિત આજીવન સંપૂર્ણ અપંગતા થવાના કિસ્સામાં, જેમ કે 2 અંગોનું નુકસાન, દ્રષ્ટિનું નુકસાન અથવા તેના જેવું નુકસાન, ઇન્શ્યોરન્સ પૉલિસી પૉલિસીધારકને પૉલિસી હેઠળ ઉલ્લેખિત વીમાકૃત સંપૂર્ણ રકમ ચૂકવશે. આ કિસ્સામાં, ક્લેઇમની રકમ કેટલીકવાર વીમાકૃત રકમના 1.5 થી 2 ગણી પણ હોય છે કારણ કે કાયમી સંપૂર્ણ અપંગતા ઘણીવાર અતિરિક્ત જીવન ખર્ચમાં પરિણમે છે. આ વિસ્તૃત કવરેજની મર્યાદા ઇન્શ્યોરન્સ કંપનીના આધારે અલગ હોય છે.
કાયમી આંશિક વિકલાંગતા: જો પૉલિસીધારક દ્વારા થયેલ અકસ્માતને કારણે આજીવન આંશિક વિકલાંગતા થાય છે, જેમ કે એક અંગનું નુકસાન, એક આંખનું નુકસાન અથવા પૉલિસી ડૉક્યૂમેન્ટ હેઠળ ઉલ્લેખિત અન્ય, જેના દ્વારા ઇન્શ્યોરન્સ લેનાર વર્તમાન લાભદાયી રોજગાર ચાલુ રાખવામાં અસમર્થ હોય, તો ઇન્શ્યોરન્સ કંપની વીમાકૃત રકમની પૂર્વ-સહમત ટકાવારી ફાળવે છે. સરકારી મેડિકલ ઑફિસર વિકલાંગતાનો પ્રકાર પ્રમાણિત કરે છે અને ઇન્શ્યોરન્સ કંપની આ પ્રકારની વિકલાંગતા અને તેને કરવાની ચુકવણીની રકમ નક્કી કરે છે.
અસ્થાયી સંપૂર્ણ વિકલાંગતા: જો પૉલિસીધારક દ્વારા થયેલ અકસ્માતને કારણે અસ્થાયી સંપૂર્ણ વિકલાંગતા આવે છે, એટલે કે, પૉલિસીધારક તેમનું નિયમિત વ્યવસાયિક કામ કરવામાં અસમર્થ હોય, તો પૉલિસીધારકને પૉલિસી હેઠળ સાપ્તાહિક અથવા માસિક નિશ્ચિત લાભ મળશે. આ નિશ્ચિત લાભ ત્યાં સુધી ચૂકવવામાં આવશે જ્યાં સુધી પૉલિસીધારક તેમના વ્યવસાયિક કાર્ય કરવા અથવા ઇન્શ્યોરન્સ કરાર હેઠળ વ્યાખ્યાયિત કાર્ય કરવા માટે પૂરતા પ્રમાણમાં પુનઃ સ્વસ્થ ન થાય.
ઉપર ઉલ્લેખિત લાભ ઉપરાંત, આ ઇન્શ્યોરન્સ પૉલિસી ઘણા વૈકલ્પિક ઍડ-ઑન કવર પણ પ્રદાન કરે છે જે તમે વધારેલી સુરક્ષા માટે પસંદ કરી શકો છો.
હૉસ્પિટલાઇઝેશનના મેડિકલ ખર્ચ: આ પૉલિસી અકસ્માતમાં થયેલી શારીરિક ઈજામાંથી પુન: સ્વસ્થ થવા માટે થયેલા હૉસ્પિટલાઇઝેશનના ખર્ચને કવર કરશે.
બાળકોના શિક્ષણનો લાભ: અકસ્માતને કારણે પૉલિસીધારકનું મૃત્યુ અથવા વિકલાંગતાની સ્થિતિમાં, પૉલિસી તમારા બાળકોના શિક્ષણને ટેકો આપવા માટે પૂર્વ-નિર્ધારિત લાભની રકમ પ્રદાન કરશે.
આવકનું નુકસાન: પૉલિસીધારક ઈજાઓમાંથી પુન: સ્વસ્થ થવા સુધી અસમર્થ હોય તે સમયગાળા માટે પૉલિસી એક નિશ્ચિત રકમ ચૂકવશે. પૉલિસીધારક કામ કરવા માટે યોગ્ય સ્થિતિમાં નહીં હોવાને કારણે, આ કવર તેમને આવકના નુકસાન માટે રકમ પ્રદાન કરશે.
લોન સુરક્ષા: પૉલિસીધારકની કાયમી અપંગતા અથવા અકાળ મોત થવાની સ્થિતિમાં, આ ઍડ-ઑન કોઈપણ બાકી લોનને કવર કરવા માટે લમ્પસમ રકમની ચુકવણી કરે છે. તે પરિવારને આર્થિક બોજથી બચાવે છે, જે સુનિશ્ચિત કરે છે કે પરિવાર પર કોઈ કરજની જવાબદારીઓ ન રહે.
તમારા આવાસ અથવા વાહનમાં ફેરફારો: મેડિકલ પ્રેક્ટિશનર ભલામણ કરી શકે છે કે વિકલાંગ પૉલિસીધારક ગતિશીલતા અને દૈનિક સુવિધા વધારવા માટે તેમના આવાસ અથવા વાહનમાં ફેરફાર કરી શકે છે. આમાં સ્કૂટર પર વ્હીલ ઇન્સ્ટૉલ કરવા અથવા એન્ટ્રી પોઇન્ટ પર રેમ્પ લગાવવા, વ્હીલચેર ઍક્સેસ માટે દરવાજાને મોટા કરવા અથવા તેના જેવા અન્ય ફેરફારો કરવા જેવા ઍડજસ્ટમેન્ટ શામેલ હોઈ શકે છે.
સર્જિકલ લાભો, આકસ્મિક હૉસ્પિટલાઇઝેશન કવરેજ, એડવેન્ચર સ્પોર્ટ્સ કવર, રૂમના ભાડામાં છૂટ અને તેવા અન્ય ઍડ-ઑન ઉપલબ્ધ છે, જે તમે તમારા કવરેજને વધારવા માટે પસંદ કરી શકો છો.
નિષ્કર્ષમાં, આ ઇન્શ્યોરન્સ પૉલિસી અનન્ય અને આવશ્યક બંને તરીકે કામ આવે છે કારણ કે તે અકસ્માત માટે ખાસ રીતે ડિઝાઇન કરેલ વ્યાપક કવરેજ પ્રદાન કરે છે. નજીવો હોય કે ગંભીર, અકસ્માતો નોંધપાત્ર આર્થિક બોજમાં પરિણમી શકે છે, અને યોગ્ય ઇન્શ્યોરન્સ હોવાથી તમે આ અણધાર્યા ખર્ચથી વધુ સારી રીતે બચી શકો છો.
માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયના 2022 થી રોડ પર થયેલ અકસ્માતના રિપોર્ટમાં આ જોખમની ગંભીરતાને દર્શાવવામાં આવેલ છે, જેમાં દેશભરમાં 4,61,312 અકસ્માતોનો નોંધવામાં આવ્યા છે, જેના કારણે 1,68,491 લોકોના દુ:ખદ મૃત્યુ થયા છે અને 4,43,366 લોકોને ઈજાઓ થઈ છે. આ આંકડા અકસ્માતોની અણધારી પ્રકૃતિ અને વ્યક્તિઓ અને પરિવારો પર સંભવિત ભાવનાત્મક અને આર્થિક ભારણને રેખાંકિત કરે છે. જીવનની ઘણી બધી અનિશ્ચિતતાઓ-રસ્તા પર, ઘરે અથવા તો કામ પર સાથે-એક ઇન્શ્યોરન્સ પૉલિસી રાખવી જેમાં અકસ્માતો માટે કવરેજ શામેલ હોય તે આર્થિક સુરક્ષા સુનિશ્ચિત કરવા તરફનું એક નિર્ણાયક પગલું છે.