AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONEBUSINESSDHROLENTERTAINMENTGANDHINAGARGANDHINAGAR CITY / TALUKOJAMJODHPURJAMNAGARJAMNAGAR CITY/ TALUKOJOTANAKALAVADLALPUR

કવિતા એ સ્પંદન છે કવિતા એ ઝરણુ છે

કવિતા આસ્વાદ સાથે અવિરત રચના કરતા કવિ અતુલ લાભશંકર મહેતા

જામનગર (ભરત ભોગાયતા)  કવિતા એ સંવેદના છે સ્વરની સંવેદના શ્રુતીની સંવેદના સ્પર્શની સંવેદના સોડમની સંવેદના દ્રષ્ટીની સંવેદનાઓ અને ઘણુ બધુ…..

કવિતા કલા છે  મહાન રચનાકાર કલાપી (સૂરસિંહજી તખ્તસિંહજી ગોહિલ) કહેતા કે કલાના ભોક્તા જરૂરી છે

જામનગરમાં  સાહિત્ય સચપંદન સાથે કાર્યરત અતુલ લાભશંકર મહેતાની બે કવિતા રચના જોઇએ

@@@

દીકરી બની પ્રેમ પામવા આવી છું
માં તારા લાડકોડ માં બચપણ વિતે મારૂં એ હિસાબે આવી છું.
તારા પાલવ છુપાઈ ને જોવું છે જગ મારે એ હિસાબે ખોળામાં ખિલવા આવી છું.
માં તારી મમતા શું વાત કરૂં મને જન્મ આપવા સહન કરેલી પીડા માં સહભાગી બની રૂણ ચુકવવા આવી છુ
દીકરી નું જીવન પણ છે કેવું લાડકોડ માં બચપણ વિતશે લઈ સૌના પ્રેમ નો લહાવો લઈને જીવન ની સફર કેમ જીતવી એ જીતવી એ શીખવા આવી છું.
આશા એક હતી કંઈક બની ને રોશન કરૂં નામ મમ્મી પપ્પા નું દીકરી નું નસીબ પણ છે કેવું નામ
પણ ક્યાં લખવા પાછળ મળે છે માં બાપ નું.
પપ્પા ની પરી બની રહેવું છે સદા સાથ મારે વધતી ઉંમરે સહારો બની રહું એમની સાથે એ પહેલાં વિદાય ની વાટ પકડવી પડે છે મારે.
ઈશ્વર તને પ્રાથના એક છે મારી જન્મો જનમ મને મળે આ મારી.

@@@@

 

સફર જીંદગી ની સરળ હતી મોજ હતી મસ્તી હતી બાકી ક્યાં કમી હતી.
સ્વાર્થ ની રાહ પર થોડી શું ચાલી મંઝીલ દુર થવા લાગી મળતો હતો સૌને પ્રેમ થી મતલબ ની વાત તેમાં ભળવા લાગી.
ઘર ભલે નાનું હતું રહેતા હતા સૌ પ્રેમ થી મહેલ ની ચાહ પ્રેમ થી રહેતી વ્યક્તિ ને અલગ અલગ કરવા લાગી.
પૈસા હસે તો ખુશી હસે એ વિચારે સંબંધો ની સાંકળ વિખરાવા લાગી.
મતલબ થી બનેલા મહેલ માં મતલબ ની બોલબાલા વધવા લાગી સુખદુઃખ માં સાથી બની રહેતી વ્યક્તિ ઘટવા લાગી.
પાણી માંગુ તો દુધ મળે છે અડધી કરી પીવાતી ચા મળતી મીઠાશ માટે જીંદગી તડપતા લાગી.
કારમાં ફરૂ છું આજે પણ ખભા પર હાથ રાખી ચાલતા સડક પર સુખદુઃખ માં સાથી બની રહેતા એ દોસ્ત ને મળવા નજર તડપવા લાગી.
ઘર ભલે નાનું હતું પણ આંખ માં દુઃખ પરછાઈ ને જોઈ ને ખભે હાથ મૂકીને પડખે ઊભી રહેતી વ્યક્તિ ને નજર શોધવા લાગી.
નિકળી સૌ સ્વજનો પોતાનો મહેલ બનાવવા ની ચાહમાં કેમ સમજાવું એને મળશે એકલતા આ રાહમાં.
ઊભો છું આજ એકલો એ સ્વજન કે દોસ્ત ના ખભા ની રાહ માં જ્યાં હૈયું હળવું કરી કહીં શકું આજે પણ પડછાયો બનીને રહ્યો છે આ મતલબ માટે રાહ ભુલેલ વ્યક્તિ ની ચાહમાં

Back to top button
error: Content is protected !!