
મોરબીના PSI ની પુત્રી સાયન્સ બાદ હવે કરશે કાયદાનો અભ્યાસ
જામનગર (ભરત ભોગાયતા)
મોરબી શહેર પોલીસ સ્ટેશનમા ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર હરેન્દ્રસિંહ જાડેજાની પુત્રીએ સૌ ને ગૌરવ અપાવ્યુ છે

મધ્યમ વર્ગનો પરીવાર હોય તેમાં મા બાપ પોતાના સંતાનો માટે સપના જોતા હોય છે અને બાળકો પણ માબાપની આંખોમાં પોતાના માટેના સપના જોતા હોય છે તેમજ બાળકો સમજતા પણ હોય છે કે મારા માબાપ પોતે કદાચ કઇ ચલાવી લેશે પણ મારા માટે જે જરૂતી છે એ ખર્ચ કરશે જ મારી જીદ પણ પુરી કરશે માબાપને આ જીદ પુરી કરવાનો આત્મસંતોષ હોય તો સંતાનોનો એ વિશ્ર્વાસ હોય કે મારા માબાપ મારા ઉજ્જવળ ભવિષ્યનો રાહ કંડારતા રહેશે
તેમાય દીકરી માટે એમ કહેવાય કે દીકરી દેવો ભવ:…..પુણ્યશાળીને ત્યાં દીકરી જન્મે છે દીકરીના લાડકોડથી માંડી રક્ષણથી માંડી ભણતર ગણતરની વ્યવસ્થા માબાપ કરતા હોય છે સાથે સાથે દીકરી ભણે દીકરી પગભર થાય કોઇના ઉપર ડીપેન્ડ ન રહે……
વગેરે વગેરે બધુ જ માબાપ કે મોટા ભાઇ વગેરે કરતા હોય છે
જામનગરના હરેન્દ્રસિંહ જાડેજા જેઓ મોરબી પીએસઆઇ છે તેમની પુત્રી કૃતિબા વિજ્ઞાનશાખામા ગ્રેજ્યુએટ થઇ છે તેમાં ખૂબ સારા માર્કસ મેળવ્યા છે હવે કૃતિબા અમદાવાદથી એલ.એલ.બી. ભણનારા છે
કાયદા સ્નાતક થયા બાદ વકીલાત પ્રેક્ટીસ , લીગલ એડવાઇઝર,કોર્પોરેટસમા કન્સલ્ટન્ટ,મેજીસ્ટ્રેટની પરીક્ષા પાસ કરી જજ,પ્રેક્ટીસ કરતા કરતા સીનીયર એડવોકેટ થઇ ગવર્મેન્ટ વકીલ એટલે કે ગવર્મેન્ટ પ્લીડર સરકારી ડીપાર્ટમેન્ટસના લીગલ ઓફીસર……સહિત અનેક તકો ખુલી રહે છે તેમજ એ સિવાયના ફીલ્ડોમાં પણ સ્કોપ રહે છે
કૃતિબાને સાયન્સમા ખૂબ સારા માર્કસ મળ્યા તેના અભિનંદન અને કાયદામા શાખામા અમદાવાદ અભ્યાસ કરવાના છે તે માટે શુભેચ્છાઓનો વરસાદ વરસી રહ્યો છે
ઉલ્લેખનીય છે કે આઝાદીના લડવૈયાઓથી માંડી રાષ્ટ્રની અગ્રણી વ્યક્તિઓમાંથી મોટાભાગના કાયદાશાસ્રી હતા અને છે
_____________________
રીગાર્ડઝ
ભરત જી.ભોગાયતા
પત્રકાર
B.Sc.,LL.b.,d.n.y.(GAU),journalism (hindi)
8758659878
bhogayatabharat@gmail.com









