BUSINESS

અદાણી પોર્ટ્સે જૂનમાં કાર્ગો વોલ્યુમ સંચાલનમાં ૧૨% વૃદ્ધિ નોંધાવી

કન્ટેનર કાર્ગોમાં ૧૫% અને લોજિસ્ટિક્સ સેગમેન્ટમાં ૧૪% વૃદ્ધિ

અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડ (APSEZ) એ જૂન મહિના અને નાણાકીય વર્ષ 26 ના પ્રથમ ક્વાર્ટરના બિઝનેસ અપડેટ જાહેર કર્યા છે. જૂન ૨૦૨૫માં અદાણી પોર્ટ્સે ૪૧.૩ મિલિયન મેટ્રિક ટન (MMT) કાર્ગો વોલ્યુમનું સંચાલન કર્યું હતું, જે ગત વર્ષ કરતાં ૧૨% વૃદ્ધિ દર્શાવે છે. આ વધારો મુખ્યત્વે કન્ટેનર કાર્ગોમાં ૧૫% વૃદ્ધિને કારણે થયો હતો, એમ અદાણી ગ્રુપ કંપનીએ સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવાયુ હતું.

જૂનમાં, અદાણી પોર્ટ્સે 41.3 મિલિયન મેટ્રિક ટન (MMT) ના કાર્ગો વોલ્યુમનું સંચાલન કર્યું, જે વાર્ષિક ધોરણે 12 ટકાનો વધારો દર્શાવે છે. ગયા વર્ષના સમાન સમયગાળાની તુલનામાં કન્ટેનર કાર્ગોમાં 15 ટકાનો વધારો થવાને કારણે આ વધારો થયો હતો, એમ કંપનીએ સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું હતું.

૩૦ જૂન, ૨૦૨૫ ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં, કંપનીનું કુલ કાર્ગો વોલ્યુમ ૧૨૦.૬ MMT રહ્યું હતું, જે એક વર્ષ અગાઉના સમયગાળા કરતાં ૧૧% વધુ હતું. કન્ટેનર વોલ્યુમ વૃદ્ધિનું મુખ્ય ચાલક રહ્યું, જે પાછલા વર્ષ કરતાં આ ત્રિમાસિક ગાળા દરમિયાન ૧૯% વધ્યું છે. જેમાંથી એકલા મુંદ્રા પોર્ટે જ 48 mmt કાર્ગો હેન્ડલિંગ કરી બહોળો ફાળો નોંધાવ્યો હતો.

લોજિસ્ટિક્સ સેગમેન્ટમાં અદાણી પોર્ટ્સે જૂન ૨૦૨૫માં ૬૨,૧૪૬ TEUs નું રેલ વોલ્યુમ નોંધાવ્યું હતું, જે પાછલા વર્ષ કરતાં ૧૪% વૃદ્ધિ દર્શાવે છે. જનરલ પર્પઝ વેગન ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ (GPWIS) વોલ્યુમ ૨.૨૧ MMT પર પહોંચ્યું, જે ગત વર્ષ કરતાં ૧૮% વધુ છે.

એપ્રિલ-જૂન 2025 ક્વાર્ટર દરમિયાન, લોજિસ્ટિક્સ રેલ વોલ્યુમ ૧૭૯,૪૭૯ TEUs હતું, જે પાછલા નાણાકીય વર્ષ કરતા ૧૫ % વધુ છે. આ જ સમયગાળા માટે GPWIS વોલ્યુમ ૬.૦૫ MMT હતું, જે એક વર્ષ પહેલાના સમયગાળા કરતા ૯ % વધુ છે.

અગાઉ મે મહિનાની શરૂઆતમાં, અદાણી પોર્ટ્સે તેનો નાણાકીય વર્ષ ચોથા ક્વાર્ટરનો નફો રૂ. ૩,૦૧૪.૨૨ કરોડનો જાહેર કર્યો હતો, જે નાણાકીય વર્ષ ૨૪ ના સમાન ક્વાર્ટર દરમિયાન નોંધાયેલા રૂ. ૨,૦૩૯.૬૬ કરોડની સરખામણીમાં ૪૭.૭૮ ટકાનો વધારો દર્શાવે છે. કામગીરીમાંથી આવક ૨૩.૦૮ ટકા વધીને રૂ. ૮,૪૮૮.૪૪ કરોડ થઈ હતી.

વૈશ્વિકસ્તરે વૈવિધ્યસભર અદાણી ગ્રુપનો એક ભાગ, અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડ (APSEZ) એ પોર્ટ કંપનીમાંથી એક ઇન્ટિગ્રેટેડ ટ્રાન્સપોર્ટ યુટિલિટીમાં સફળતાપૂર્વક રૂપાંતરિત થઈ છે. જે તેના પોર્ટ ગેટથી ગ્રાહક ગેટ સુધી એન્ડ-ટુ-એન્ડ સોલ્યુશન્સ પ્રદાન કરે છે. તે ભારતની સૌથી મોટી પોર્ટ ડેવલપર અને ઓપરેટર છે.

Back to top button
error: Content is protected !!