ગોધરા:- પતિ પત્નીના ઝગડામાં સુખદ સમાધાન કરાવતી ગોધરા અભયમ ટીમ

પંચમહાલ ગોધરા
નિલેશભાઈ દરજી શહેરા
પરણિતાએ પોતાનું લગ્ન જીવન બચાવવા 181 મહિલા હેલ્પ લાઇનમાં કોલ કરેલ જેથી ગોધરા અભયમ ટીમ ઘટના સ્થળ પર પહોચી અસરકારક કાઉન્સિલિંગ દ્વારા પતિને ભૂલનો અહેસાસ કરાવતાં પતિ-પત્ની વચ્ચે સુખદ સમાધાન કરવામાં આવ્યું હતું. મળતી માહિતી મુજબ ગોધરા તાલુકાના ગામમાંથી પીડિત મહિલાએ 181 મહીલા હેલ્પ લાઈન ઉપર કોલ કરી જણાવેલ કે ત્રણ વર્ષના લગ્નજીવન દરમિયાન તેઓના પતિ છેલ્લા ૨ વર્ષથી અન્ય સ્ત્રી સાથે સંબંધ રાખી પતિ તેમની જવાબદારી નિભાવતા નથી, પીડિત મહિલાનાં પતિએ અન્ય સ્ત્રી સાથે ફોન પર વાતચીત કરી હતી તેથી બને સાથે લડાઈ ઝઘડો થયો હતો. અને પીડિત મહિલાએ પતિ સામે બોલતા પતિએ મારઝૂડ કરી હતી. અને મહિલાને ઘરમાંથી કાઢી મૂકી હતી. તેથી તેમના પતિને સમજાવવા પીડિત મહિલાએ 181 ની મદદ લીધી હતી. અભયમ કાઉન્સિલર દ્વારા પતિને લગ્નજીવનની ગંભીરતાથી અને પારિવારિક જવાબદારીથી વાકેફ કરી તેમને કાયદાકિય જવાબદારીનું ભાન કરાવ્યું હતું, જેથી પતિએ પોતાની ભુલ કબૂલી હતી અને હવે પછી બધી જવાબદારી નિભાવવામાં આવશે એવી બાહેંધરી આપી હતી. આમ પરિણિતાને આગળ કોઈ કાર્યવાહિ ના કરવી હોય બને વચ્ચે સુખદ સમાધાન કરવામાં આવ્યું હતુ. પરિણિતાને મળેલ મદદ બદલ તેઓએ ગોધરા અભયમ ટીમનો આભર માન્યો હતો.






