નાની કાનોડ ગામે ભગવાનની પુજામા દારૂ પી આવતા ભાઈ ને નાના ભાઈએ ઠપકો આપતા મારામારી અને ઇંટ વડે હુમલો

તારીખ ૧૯/૦૪/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના નાની કાનોડ ગામે રોડ વાળા ફળીયામાં રહેતા મયુરસિંહ રંગીતસિંહ ચૌહાણ દ્વારા પોતાના સગા પુત્ર સહિત વેવાઈ પક્ષ સામે નોંધાવેલી ફરિયાદ ની વિગતો જોતા ગુરૂવારના રોજ સાંજના છ કલાકે તેઓના ઘરે રામદેવપીર ભગવાનની આરતી કરતા હતા અને તે દરમિયાન તેઓનો મોટો છોકરો નરેશભાઈ ભગવાનની પૂજા પાઠમાં દારૂ પીને આવેલ હતો જેથી નાના છોકરા સંજયસિંહે તું પૂજા પાઠમાં દારૂ પીને કેમ આવે છે તેમ કહી ઠપકો આપતા ઉશ્કેરાઈ જઈને નરેશભાઈ ગંદી ગાળો બોલી ગડદા પાટુ નો માર મારતા માતા અને પિતાએ તેને મારમાંથી છોડાવેલ ત્યારબાદ નરસિંહ તેની સાસરી વાંકાનેડા ગામે ફોન કરીને સસરા અર્જુનસિંહ તથા સાળા શંકરસિંહ અને કાકા સસરા નગીનસિહ ને ઝગડા ની જાણ કરી ઘરે બોલાવેલ જેથી રાત્રિના આઠ કલાકે તેઓ તમામ ફરિયાદીના ઘરે આવ્યા અને અમારા જમાઈ નરેશ સાથે તમે ઝઘડો કેમ કર્યો છે તેમ કહી ત્રણેવ જણાએ ફરિયાદી તથા તેના પુત્ર સંજયભાઈને ગાળો બોલતા, ગંદી ગાળો બોલવાની ના પાડતા ઉસકેરાઈ જઈને ત્રણેવ જણાએ ફરિયાદીને ગદડા પાટુ નો માર માર્યો હતો તે દરમિયાન નગીનસિંહે નજીકમાં પડેલ ઈટ ઉપાડીને સંજયસિંહના માથાના ભાગમાં મારી દેતા લોહી લુહાણ થયા હતા. બૂમાબૂમ થતા આસપાસથી લોકો દોડી આવ્યા ત્રણેવ ઈસમો એ સંજયસિંહ ને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી ઈજાગ્રસ્ત ને ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા બાદ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી.







