BANASKANTHAPALANPUR

જગાણા નભશ્વંદ્ર પાશ્વૅધામ ખાતે ર્ડા. સંજય ચૌધરીને એવોર્ડ મળતાં બનાસકાંઠા પત્રકાર સંઘ, પાલનપુર દ્વારા સન્માન સમારોહ યોજાયો

27 માર્ચ વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

તાજેતરમાં ન્યુઝ 18 ગુજરાતી દ્વારા આયોજીત હેલ્થકેર સમિટમાં રાજ્યના આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશ પટેલના હસ્તે પાલનપુરના જાણીતા તબીબ ર્ડા. સંજય ચૌધરીને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવતા બનાસકાંઠા પત્રકાર સંઘ, પાલનપુર દ્વારા તેમના વતન જગાણા ખાતે ર્ડા. સંજય ચૌધરીના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. તબીબી ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિઓ તથા પ્રદાન બદલ રાજ્યભરના કુલ-26 જેટલાં ડોક્ટર્સનું એવોર્ડ એનાયત કરીને સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર ઉત્તર ગુજરાતમાંથી પાલનપુરના ડૉ. સંજય જી. ચૌધરીનો સમાવેશ થાય છે.જગાણા ભાગ્યભૂમિ નભશ્વંદ્ર પાર્શ્વધામ ખાતે શ્રી મુળજીભાઇદેસાઇનાઅધ્યક્ષસ્થાને યોજાયેલ આ સમારંભમાં ર્ડા. સંજય ચૌધરીએ બનાસકાંઠા પત્રકાર સંઘ અને સમગ્ર મિડીયા જગતનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, બનાસકાંઠા જિલ્લા અને સમગ્ર ઉત્તર ગુજરાતને વિશ્વસ્તરીય મેડીકલ સેવાઓ ઘરઆંગણે મળી રહે તેવા હંમેશા મારા પ્રયાસો રહેશે. તેમને મળેલો આ એવોર્ડ પોતાના માતા-પિતાને અર્પણ કરતા જણાવ્યું કે, સમ્યક હોસ્પિટલમાં આવતા દર્દીઓએ મારામાં મુકેલા વિશ્વાસને કારણે આ એવોર્ડ પ્રાપ્ત થયો છે. છેલ્લા ૧૦ વર્ષમાં રાજ્યમાં સૌથીવધુડાયાબીટીસના દર્દીઓને સારવાર પાલનપુરની સમ્યક હોસ્પીટલમાં આપવામાં આવી છે તેનો ઉલ્લેખ કરી લોકોના આરોગ્યની જાળવણી પર ભાર મુકતા તેમણે જણાવ્યું કે, આજે નાની ઉંમરમાં ડાયાબીટીસ, બ્લડ પ્રેશર અને હાર્ટ એટેકના દર્દીઓની સંખ્યા વધી રહી છે. શારીરિક શ્રમના અભાવવાળું બેઠાડું જીવન અને રાસાયણિક ખાતરોવાળા ખોરાકના લીધે નાની ઉંમરે અનેક રોગો થઇ રહ્યા છે આ પ્રસંગે નાયબ માહિતી નિયામકશ્રી અમિત ગઢવીએ ર્ડા. સંજય ચૌધરીને શુભેચ્છા પાઠવતાં જણાવ્યું કે, બનાસકાંઠા જિલ્લો અને સમગ્ર ઉત્તર ગુજરાતમાં ડાયાબીટીસ ક્ષેત્રે ખુબ સરસ સેવાભાવનાથી કામ કરતા ર્ડા. સંજય ચૌધરીનું સન્માન બનાસકાંઠા પત્રકાર સંઘ દ્વારા કરવામાં આવી રહ્યું છે એ ખુબ આનંદની વાત છે. ઉત્તર ગુજરાતમાં પાલનપુર મેડીકલ હબ તરીકે ઓળખાતું હોય તો તે ર્ડા. સંજય ચૌધરી જેવા સેવાભાવી ર્ડાક્ટરોની સેવાભાવનાને આભારી છે.આ પ્રસંગે અં-૧૪ ક્રિકેટ ટુર્નામેન્ટ, વડોદરામાં પસંદગી પામેલ શ્રી આયુષ પ્રજાપતિનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના પ્રારંભમાં બનાસકાંઠા પત્રકાર સંઘ, પાલનપુરના પ્રમુખશ્રી રતિભાઇ લોહએ સ્વાગત પ્રવચન કર્યું હતું. આ પ્રસંગે નિવૃત્ત નાયબ પોલીસ અધિક્ષકશ્રી અભેરાજભાઇ જુડાલ, શ્રી ઉમીયા જવેલર્સના જગદીશભાઇ પટેલ, જગાણ ભાગ્યભૂમિ નભશ્વંદ્ર પાર્શ્વધામના ટ્રસ્ટશ્રી વસંતલાલ શાહ, શ્રી અશ્વિનભાઇ દવે, જગાણા સરપંચશ્રી પ્રહલાદભાઇ પરમાર સહિત પત્રકારશ્રીઓ અને સારી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!