GUJARATNAVSARINAVSARI CITY / TALUKO
નવસારી જિલ્લાના વાંસદા તાલુકાનાં કેળકચ્છ ગામે કેરીનાં મૂલ્યવર્ધનની તાલીમ યોજાઈ.

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, નવસારી દ્વારા વાંસદા તાલુકાના કેળકચ્છ ગામે બહેનોને કાચી તેમજ પાકી કેરીનાં મૂલ્યવર્ધનની તાલીમ આપવામાં આવી હતી. તાલીમમાં કેન્દ્રના બાગાયત વૈજ્ઞાનિક ડૉ.દિક્ષીતા પ્રજાપતિએ વિવિધ ફળપાકોમાંથી તેમજ કેરીની વિવિધ મૂલ્યવર્ધિત વિવિધ બનાવટો બનાવી તેનાં વેચાણથી આવક કેવી રીતે મેળવી તે વિશે વિસ્તૃત માહિતી આપી હતી. કેન્દ્રનાં ગૃહ વૈજ્ઞાનિક નિતલ એન.પટેલે કાચી કેરીમાંથી આમપન્ના અને પાણીચા અથાણાં બનાવટ બનાવવાની પધ્ધતિનું પ્રાયોગિક નિદર્શન બતાવી તે અંગે વિસ્તૃત તાંત્રિક માર્ગદર્શન આપ્યું હતું. આ તાલીમમાં ઉનાઈ-ચરવી અને કેળકચ્છ ગામના ખેડૂત મહિલાઓએ ઉત્સાહ પૂર્વક ભાગ લઈ માર્ગદર્શન મેળવ્યું હતું.



