હાલોલની કલરવ શાળામાં ગણિત- વિજ્ઞાન મેળો યોજાયો,વિજ્ઞાન એ જ્ઞાનના આકાશમાં ઝળહળતો પ્રકાશપુંજ છે

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૧૯.૮.૨૦૨૬
આધુનિક સમયમાં વિકાસ માટે વિજ્ઞાનથી જ આગળ વધી શકાય તેમ છે. વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ, તર્ક શક્તિ, સર્જનાત્મકતા અને સંશોધન વૃતિ કેળવાય તેવા હેતુથી શાળા કક્ષાએ તારીખ 19/8/26 ને બુધવારના રોજ વિજ્ઞાન-ગણિત મોડલ પ્રદર્શન નું આયોજન કરવામાં આવ્યું હતું. GSEB ના નિયમ મુજબ શાળાના ધોરણ 6 થી 12 ના બંને માધ્યમના વિદ્યાર્થીઓ માટે ગણિત-વિજ્ઞાન પ્રદર્શન નું આયોજન કરવામાં આવ્યું હતુ. આ પ્રદર્શનમાં કુલ 138 કૃતિઓ રજૂ કરવામાં આવી હતી જે માહિતીથી સભર અને નવા વૈજ્ઞાનિક વિચારોથી ભરપૂર કૃતિઓ વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરી પ્રસ્તુત કરવામાં આવી હતી .જેમાં સોલ્જર સેફ્ટી બુટ, કોસ્મેટીક ઉત્પાદનોની ત્વચા પર અસર, હેલ્થી ફૂડ, મેન્સ્ટુઅલ પેન રીલીફ જેવા અત્યંત માહિતીથી સભર અને વૈજ્ઞાનિક કૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી હતી આર્યુવેદમાં વૃક્ષોની સ્વાસ્થ્ય પર અસર દર્શાવતી કૃતિઓ એ સૌનું ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. આ ગણિત વિજ્ઞાન પ્રદર્શન મેળામાં ઉત્તમ કૃતિઓ રજૂ કરનાર વિદ્યાર્થીઓને યોગ્ય નિર્ણાયકો દ્વારા પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર આપીને પ્રમાણપત્રથી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે શાળાના આચાર્ય ડૉ કલ્પનાબેન જોષીપુરા અને ટ્રસ્ટી હાર્દિકભાઈ જોષીપુરા ઉપસ્થિત રહ્યા હતા.












