GUJARATJETPURRAJKOT

Rajkot: ૧૦૮ ની વીજળીક કામગીરી : ઝારખંડ જતી મોરબીની શ્રમિક સગર્ભાને રાજકોટ જંકશન પર જ ત્વરિત પ્રસુતિ થકી બાળકનું રેલવે પ્લેટફોર્મ પર અવતરણ

તા.૨/૧૨/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

Rajkot: થ્રી ઈડિયટ્સ ફિલ્મમાં જે રીતે રેન્ચો ઇમર્જન્સી પ્રસુતિમા સહાયરૂપ બને છે તેવો જ એક કિસ્સો રાજકોટ રેલવે જંકશન પર બન્યો હતો. જેમાં પ્રસૂતા મહિલાને ૧૦૮ ની ટીમ અને રેલવે મહિલા પોલીસે સ્ટેશન પર જ પ્રસુતિ કરાવી હતી. પ્રસૂતાને અચાનક પીડા ઉપડતાં પ્લેટફોર્મ પર જ તેમને કપડાથી કોર્ડન કરી સફળ પ્રસુતિ કરાવી નવજાત બાળનું પ્લેટફોર્મ પર અવતરણ કરાવાયું હતું.

આ અંગે ૧૦૮ના પ્રોજેક્ટ મેનેજરશ્રી ચેતન ગાધેએ વધુ વિગતો આપતાં જણાવ્યું હતું કે…. આપત્તિ અને મુશ્કેલીના સમયમાં ૧૦૮ ની સેવાઓ આકસ્મિક સંજોગોમાં અનેકવાર જીવનદાયક સાબિત થતી રહી છે. અને વિકસિત ભારતનું શ્રેષ્ઠ ઉદાહરણ તરીકે સ્થાપિત થતી આવી છે. રેલ્વે પોલીસને ૧૦૮ માંથી ઇમરજન્સી માટે કોલ આવ્યો કે રાજકોટ જંક્શનમાં એક સગર્ભા મહિલા રેલ્વે પ્લૅટફૉર્મ પર પીડાય છે, આથી મહિલા રેલ્વે પોલીસના કોન્સ્ટેબલ અશ્વિન સરવૈયા અને એમની મહિલા પોલીસની ટીમ યુદ્ધના ધોરણે કામે લાગી ગઇ. ત્વરીત પ્રતિસાદ સાથે રેલવે સ્ટેશન ઉપર ૧૦૮ સેવા ના કર્મચારીઓ આવ્યા અને જરૂરી સામગ્રી અને દવાઓ સાથે પ્લેફોર્મ ઉપર દોટ મુકી અને સગર્ભા માતાને તપાસ કરી તો જાણવા મળ્યું કે સગર્ભાની પ્રસુતિ સ્થળ ઉપર કરવી પડે એવી સ્થિતિ છે, એટલે ૧૦૮ના ઇ.એમ.ટી મયુર ચૌહાણ અને પાઈલોટ પ્રકાશ નિમાવત સગર્ભા માતાને નજીકમાં સલમાત સ્થળ ઉપર લઇ આવ્યા અને રેલ્વે મહિલા પોલીસના સહકારથી કોન્સ્ટેબલ કીર્તિબેન, પ્રિયંકાબેન, મંજુબેન, કાજલબેન વગેરે સાથે મળીને સગર્ભાની ગરિમા જળવાય રહે એ રીતે તમામ અન્ય પ્રવાસીઓને દૂર કરી કપડાં વડે આડશ ઉભી કરી અને ૧૦૮ ની ટીમે સ્થળ પર જ સફળ પ્રસૂતિ કરાવી હતી. અને માતાને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી, ત્યા ફરજ પરનાં ડોક્ટરોએ માતા અને નવજાત શિશુ સુરક્ષિત હોવાની પુષ્ટિ કરી હતી.

મોરબી જિલ્લામાં સિરામિક ઉદ્યોગમાં પરપ્રાંતિય તરીકે કામ કરતા ૨૪ વર્ષના સગર્ભા સોમભરી દેવી ૧૨૯૪૯ પોરબંદર સાંત્રાગાંચી એક્સ્પ્રેસ ટ્રેઇન દ્વારા ઝારખંડ જઇ રહયા હતા, ત્યારે તેમને અચાનક પ્રસૂતિનો દુઃખાવો ઉપડતાં ૧૦૮ સેવા અને રેલ્વે પોલીસની સમયસૂચતાને કારણે અને તાત્કાલિક સારવાર મળવાને કારણે માતા અને નવજાત શિશુ બંનેનો જીવ બચાવી શકાયો હતો.

આ ઉત્તમ માનવીય કામગીરીની રેલ્વે પ્લૅટફૉર્મ ઉપરના અન્ય પ્રવાસીઓએ ખૂબ સરાહના કરી હતી..

ભારતભરમાં વિકસિત યાત્રા ઉજવાઇ રહી છે, ત્યારે ત્વરિત પ્રતિસાદ સાથે સગર્ભાને સફળતાપૂર્વક પ્રસુતિ કરાવી ૧૦૮ અને રેલ્વે પોલિસે વિકસિત ભારતનું શ્રેષ્ઠ ઉદાહરણ સ્થાપિત કરી બતાવ્યું હતું.

આમ, સરકારશ્રીની નિ:શુલ્ક ૧૦૮ સેવા એક કોલ પર ત્વરીત મળી રહે છે, રાજ્ય સરકાર અને જિલ્લા વહિવટી તંત્રના સહકારથી અનેક લોકોના જીવ બચાવી શકાયા છે. ખરા અર્થમાં ૧૦૮ સેવાની માતામુત્યુ દર અને બાળમૃત્યુ દર ઘટાડવામાં ૧૦૮ની સેવા અગત્યની ભૂમિકા ભજવી રહી છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!