GUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

વઢવાણના મોટા મઢાદ ગામની સીમમાં 2.70 કરોડની ખનીજ ચોરી મામલે ફૂલગ્રામના શખ્સ વિરુદ્ધ ફરીયાદ 

તા.24/10/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જીલ્લાના જોરાવરનગર પોલીસ સ્ટેશને જિલ્લા ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ ખાતાના માઇન સુપરવાઇઝર સાહિલભાઇ પાધડારે ફૂલગ્રામના રમેશભાઇ જેરામભાઇ ડાબરા સામે ગેરકાયદે ખનન મામલે ફરિયાદ નોંધાવી હતી જે મુજબ 20-10-23 ના રોજ ભૂસ્તર શાસ્ત્રીની ટીમ જેમાં તેઓ તથા તેમના સર્વેયર ભરતભાઇ ભગોરા વઢવાણ મોટામઢાદ ગામે બ્લાસ્ટીંગ થવાની ફરીયાદ બાતમીના આધારે મોટા મઢાદ ગામે સર્વે નં.29 પૈકી જૂના વિસ્તાર ખાતે તપાસ કરતા બ્લેકટ્રેપ ખનીજનું ખોદકામ થયેલું જોવા મળ્યું હતું જે વિસ્તારમાંથી મોટા મઢાદ સરપંચને સ્થળપર હાજર રહેવા સપર્ક કરતા હાજર રહેવાની ના પાડી અને વિસ્તારમાં થયેલા ખોદકામ વિશે કશુ જાણતા ન હોવાનું જણાવ્યું હતું બાદમાં મામલતદારને સ્થળ પર તપાસ માટે હાજર રહેવા જણાવતા કચેરીના સર્કલ ઓફિસર સ્થળ પર આવી તપાસ ટીમ દ્વારા અગાઉના સમયમાં 6-2-2023 ના રોજ બિનઅધિકૃત ખોદકામ બાબતે કાર્યવાહી કરી હતી જૂના ખોદકામ થયેલા ખાડામાં બ્લેકટ્રેપ ખનીજનું તાજુ ખોદકામ થયાનું જોવા મળ્યું હતું ખાડાની માપણીશીટ સર્વેયર દ્વારા રજૂ કરાતા 68,118.46 મેટ્રિક ટન બ્લેકટ્રેપ ખનીજનું ખોદકામ થયેલું જોવા મળ્યું હતું આથી ખનીજ જથ્થાની રકમ પ્રતિ મેટ્રીક ટન રૂ.315 લેખે ગણતરી કરતા રૂ.2,14,57,315 અને પર્યાવરણીય વળતર પ્રતિમેટ્રીક ટન રૂ.81,9 લેખે રૂ.55,78,902 એમ કુલ રૂ.2,70,36,217 ગેરકાયદે ખનીજ ચોરી કરી ગુનો કર્યાની ફરિયાદ જોરાવરનગર પોલીસ સ્ટેશન ખાતે નોંધાવાઈ હતી.

લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!