AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONE
29 હજારની સામે પોલીસ વિભાગમાં 12 હજારની ભરતી જાહેર થતા HC નારાજ
રાજ્ય સરકારે તાજેતરમાં જ પોલીસ વિભાગમાં 12000થી વધુ ભરતીઓ બહાર પાડવામાં આવી છે. ત્યારે પોલીસ વિભાગમાં ખાલી પડેલી જગ્યાઓ મામલે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. પોલીસ વિભાગમાં 12 હજાર ભરતીઓને લઇને સરકારે હાઇકોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું હતું. જોકે, સોગંદનામાં દર્શાવવામાં આવેલી માહિતીથી હાઇકોર્ટ નારાજ દેખાઈ હતી. જે અંગે હાઈકોર્ટે કહ્યું કે ભરતી પ્રક્રિયાના નિયમ પ્રમાણે ભરતી કરવામાં આવેલી નથી. રાજ્ય સરકારે કરેલા સોગંદનામાંનો હાઇકોર્ટે અસ્વીકાર કર્યો છે.
કુલ 29 હજાર જેટલી ભરતીઓ પોલીસ વિભાગ એસ.આર.પી અને ટેકનિકલ વિભાગમાં ખાલી પડેલ છે. ભરતી માટે ફક્ત 12 હજારની પોલીસ વિભાગ માટે ભરતી બહાર પાડતા હાઈકોર્ટે રાજ્ય સરકાર સામે લાલ આંખ કરી હતી. 2 અઠવાડિયામાં રાજ્ય સરકારને જવાબ રજૂ કરવા કોર્ટે આદેશ કર્યો છે.