BANASKANTHADEESA

વાહરા પ્રાથમિક શાળામાં બાળકોને તિથિ ભોજન આપવામાં આવ્યું

ડીસા તાલુકામાં વાહરા પ્રાથમિક શાળામાં શિક્ષકો દ્વારા તિથિ ભોજન આપવામાં આવ્યું. હાલના સમય માં જ્યારે લોકો પુણ્યની રાહ પર જઈ રહ્યા છે અને બાળકો એ ભગવાનનું રૂપ જ છે ત્યારે વાહરા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા ઇશ્વરભાઇ ચૌધરી અને પિયુષભાઈ પટેલ દ્વારા વાહરા, અમરપુરા,વિરુવાડા પ્રાથમિક શાળાના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને તેથી ભોજન આપવામાં આવ્યું હતું. પુણ્યનો અનેરો લાભ મેળવ્યો ભોજન માં મીઠાઈ, શાક, પુરી અને છાછ આપીને બાળકોને પૂર્ણ ભોજન આપવામાં આવ્યું હતું.બાળકોમાં સમૂહ ભાવના અને સમાનતાના ગુણોનો વિકાસ થાય તે હેતુ સર બાળકોને ભોજન આપવામાં આવેલ ભોજનની શરૂઆત ભોજન મંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું.ભોજન દાતાશ્રીનો વાહરા પ્રાથમિક શાળા આચાર્ય ઉપેશભાઈ પટેલ અને શાળા પરિવાર દ્વારા ઇશ્વરભાઇ ચૌધરી અને પિયુષભાઈ પટેલ આભાર વ્યક્ત કર્યો હતો.

ભરત ઠાકોર ભીલડી

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!