KUTCHMUNDRA

કચ્છના મુન્દ્રામાં એક લાખની લાંચ લેતા કસ્ટમ સુપ્રીટેન્ડેન્ટ સહિત ત્રણ ઝડપાયા!

બે કસ્ટમ સુપ્રીટેન્ડેન્ટ સહિત ત્રણ આરોપીઓ એસીબીએ ગોઠવેલા છટકામાં લાંચ લેતા આબાદ ઝડપાઈ ગયા

(શ્રીકાંત પટેલ દ્વારા મોરબી)
કચ્છના મુન્દ્રામાં કસ્ટમ વિભાગમાં ફરજ બજાવતા બે કસ્ટમ સુપ્રીટેન્ડેન્ટ સહિત ત્રણ આરોપીઓ એસીબીએ ગોઠવેલા છટકામાં લાંચ લેતા આબાદ ઝડપાઈ ગયા છે. વિદેશથી આવેલા ઈમ્પોર્ટેડ હેન્ડબેગના કન્ટેનરને પોર્ટ માંથી પાસ કરવાની અવેજીમાં એક લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાઈ ગયા છે. આ ઘટના નાં પગલે ભ્રષ્ટાચારી માનસ ધરાવતા સરકારી બાબુઓ માં ભયનો હડકંપ મચી ગયો છે. પ્રાપ્ત વિગત મુજબ કચ્છના એક વેપારીએ વિદેશી આવેલી હેન્ડબેગનો જથ્થો દરિયાઈ માર્ગે કન્ટેનરમાં આવ્યો હતો આ કન્ટેનરને અટકાવીને પોર્ટમાંથી કન્ટેનર પાસ કરવાની અવેજીમાં કસ્ટમ ઓફિસના સુપ્રીટેન્ડેન્ટ શૈલેષ મનસુખ ગંગદેવ અને પ્રિવેન્ટીંગ વિભાગના સુપ્રિટેન્ડેન્ટ આલોક લક્ષ્મીકાંત દુબે અને વચેટીયા ની ભૂમિકા ભજવનાર રમેશ ગોપાલ દ્વારા વેપારી પાસેથી એક લાખની લાંચ ની માંગણી કરવામાં આવી હતી. વેપારી આ લાંચ ની રકમ આપવા માંગતા ન હોય તેમણે ભુજ એસીબી ને ફરિયાદ કરી હતી અને ફરિયાદ નોંધાયા બાદ મદદનીશ નિયામક એસીબી ભુજનાં કે.એચ. ગોહિલના માર્ગદર્શન હેઠળ મુન્દ્રા ખાતે ભુજ એસીબી એલ. એસ. ચૌધરીએ છટકું ગોઠવ્યું હતું અને આ છટકામાં ફરિયાદી વેપારી પાસેથી રૂપિયા એક લાખની લાંચ લેતાં વચેટિયા રમેશ ગોપાલને ઝડપી લીધો હતો તે સાથે સુપ્રિટેન.ડેન્ટ શૈલેષ મનસુખભાઈ ગંગદેવ ને મળીને વાતચીત કર્યા બાદ તેમને આ લાંચ સંદર્ભે પ્રિવેન્ટીંગ વિભાગનાં સુપ્રિટેન્ડેન્ટ આલોકકુમાર લક્ષ્મીકાંત દુબે સાથે ફોન ઉપર વાતચીત કરીને ફરિયાદી વેપારી પાસેથી લાંચ ની રકમ સ્વીકારી હતી અને તે સમયે એસીબી નાં ગોઠવેલાઝડપાઈ ગયો હતો બાદમાં એસીબીએ પ્રિવેન્ટીંગ વિભાગના સુપ્રિટેન્ડેન્ટ આલોક ડૂબે અને કસ્ટમ સુપ્રિટેન્ડેન્ટ શૈલેષ મનસુખભાઈ ગંગદેવને ઝડપી લીધા હતા જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. ભ્રષ્ટાચાર વિરુદ્ધના અભિયાનમાં જોડાયેલા આ કેસના ફરિયાદી અને સફળ ટ્રેપ કરનાર એસીબી ટીમને સિસ્ટમ સુધારણા સત્યાગ્રહ સમિતિ મોરબી એ અભિનંદન પાઠવ્યા છે.

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!