GUJARATSABARKANTHA

સાબરકાંઠા જિલ્લાના અંતરિયાળ તાલુકો એવા પોશીના તાલુકામાં ચેકડેમ માં મોટા પાયે ભ્રષ્ટાચાર હોય તેવું બહાર આવી રહ્યું છે

સાબરકાંઠા……..
સાબરકાંઠા જિલ્લાના અંતરિયાળ તાલુકો એવા પોશીના તાલુકામાં ચેકડેમ માં મોટા પાયે ભ્રષ્ટાચાર હોય તેવું બહાર આવી રહ્યું છે
પ્રાપ્ત વિગત અનુસાર પોશીના તાલુકાના કલછાવાડ ગામના ડાભી બકાભાઇ લાલુભાઈ દ્વારા સમગ્ર ખેડબ્રહ્મા અને પોશીના તાલુકાના ગામડાઓમાં સન 2021 થી 2023 સુધીમાં મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર યોજના હેઠળ બનેલ ચેક ડેમો વિશે શંકા જતા તમામ ચેકડેમ માટે આર.ટી.આઈ દ્વારા માહિતી માંગવામાં આવેલ છે આ બાબતે તેઓ દ્વારા પ્રાંત અધિકારીશ્રીને આવેદનપત્ર આપેલ પરંતુ આ બાબતે કોઈપણ પ્રકારનો જવાબ મળેલ નથી જેને લઈને પોશીના તાલુકાના કલછાવાડ ગામના ડાભી બકાભાઇ લાલુભાઇ દ્વારા જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગ હિંમતનગર કાર્યપાલક ઇજનેર શ્રી ને આ બાબતે યોગ્ય તપાસ હાથ ધરી મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર યોજના હેઠળ બનેલ ચેકડેમોની આરટીઆઇ દ્વારા માહિતી માગેલ છે આ કાર્યકર્તા દ્વારા માહિતી માગેલ છે જેના પરથી એવું લાગી રહ્યું છે કે સાબરકાંઠા જિલ્લાનું સૌથી મોટામાં મોટું કૌભાંડ આ યોજના હેઠળ થયું હોય તેવું લાગે છે હવે જોવાનું એ રહ્યું કે આ બાબતે આરટીઆઇ કાર્યકર્તા ને માહિતી મળે છે તથા આ બાબતે ઠુસ કાર્યવાહી થાય છે કે નહીં તે જોવાનું રહ્યું

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!