JAMNAGARJAMNAGAR CITY/ TALUKO

જામનગર શાળા નં-૧૮ નાં બાળકોએ નરારા દરિયાઈ પ્રકૃતિ શિક્ષણ શિબિરમાં ભાગ લીધો

દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાનમાં આવેલ નાના મોટા 42 ટાપુઓ પૈકીનું એક દરિયાઈ વિસ્તાર જૈવિક વિવિધતાઓથી ભરેલો અને નયનરમ્ય પ્રાકૃતિક શિક્ષણ મેળવવાનું મનને આનંદ અને જ્ઞાનથી છલકાવી દેતું સ્થળ એટલે નરારા. આ શિબિરમાં કુદરતની બેનમુન કલાકારીગરી સમી પરવાળાની જાતો, દરિયાઈ જીવસૃષ્ટિ, ચેરના વનો અને કાંઠાળા પક્ષીઓનો ખજાનો માણવાનો આનંદ પ્રાપ્ત થયો હતો. સાથે સાથે પરવાળાનાં આકાર રંગ અને કોતરણીની અનેક ગણી વિવિધતા જોવા મળી હતી. 37 થી વધુ સખત પરવાળા, 3 મૃદુ પરવાળા, લીલ, વાદળી , જેલીફિશ , સમુદ્ર ફૂલ,કૃમિઓ,છીપ,વિવિધ પ્રકારના કરચલાઓ, જિંગા, સી સ્લગ, માછલીઓ , ઓક્ટોપસ, તારા માછલીઓ , પફર ફિશ,પક્ષીઓ વગેરે સમુદ્રી જીવો જોવા મળ્યા હતા. આવી જીવસૃષ્ટિને જોઈને તથા જાણીને વિદ્યાર્થીઓના જ્ઞાનમાં વધારો થાય તે માટે રાત્રી રોકાણ તથા જમવાની ઉત્તમ સગવડ આ  પ્રાકૃતિક શિક્ષણ શિબિરમાં સરકાર અને મરીન નેશનલ પાર્ક જામનગર અને રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રી સાથે સાથે શાળા નં-18નાં બાળકો અને શિક્ષકો ને પ્રાકૃતિક સૌંદર્ય નિહાળવાનો આનંદ પ્રાપ્ત થયો હતો. નરારા કેમ્પ સાઈટ પર વિદ્યાર્થી ને ત્રણ ડોમ માં રહેવા માટેની સુવિધા પણ મરીન નેશનલ પાર્ક દ્વારા કરવામાં આવી છે. આ પ્રાકૃતિક શિક્ષણ શિબિરમાં ધોરણ 6 થી 8 માં અભ્યાસ કરતા 50 વિદ્યાર્થીઓ, તેમજ આચાર્ય દિપક પાગડા , શિક્ષક મોતિબેન કારેથા, મુકેશભાઇ છત્રાળા, પરિતાબેન કુંડલિયા, રેખાબા ઝાલા અને કમલેશભાઇ સોલંકી આ શિબિરમાં જોડાયા હતાં. શાળા પરિવાર ગુજરાત નાયબ વન સંરક્ષક, મરીન નેશનલ પાર્ક, જામનગર તથા રેન્જ ફોરેસ્ટ ઓફિસર ફોરેસ્ટનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરે છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!