BANASKANTHALAKHANI

લાખણીમાં સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાના નવનિર્મિત મકાનનું લોકાર્પણ

નારણ ગોહિલ લાખણી

બનાસકાંઠા જિલ્લાના તાલુકા મથક લાખણી ખાતે સરકારી ઉચ્ચત્તર માધ્યમિક શાળા (વિજ્ઞાન પ્રવાહ) ના નવનિર્મિત મકાનનું લોકાર્પણ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૈધરીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંસદસભ્ય પરબતભાઇ પટેલ અને ધારાસભ્ય કેશાજી ચૌહાણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
લાખણી સહિત સરહદી વાવ- થરાદ વિસ્તારમાં વિજ્ઞાન પ્રવાહની શાળાના અભાવે આ વિસ્તારના વિદ્યાર્થીઓને ભણવા બહાર જવું પડતું હતું.જે બાબતે વાલીઓની રજૂઆતો બાદ સરકાર દ્વારા લાખણીમાં વિજ્ઞાન પ્રવાહની શાળા મંજુર કરવામાં આવી હતી. જે શાળાના સંકુલનું બાંધકામ પૂર્ણ થતાં આ વિસ્તારના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે તેમણે આ વિસ્તારના હોંશિયાર વિદ્યાર્થીઓને વિજ્ઞાન પ્રવાહની શાળા ઉપયોગી નીવડશે.તેમ જણાવ્યું હતું.વિજ્ઞાન પ્રવાહની શાળાનું લોકાર્પણ થતા વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ખુશીની લાગણી છવાઈ છે.

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!