હાલોલ તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ,વહીવટી તંત્રએ હાશકારો અનુભવ્યો

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨૬.૪.૨૦૨૬
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ઓ અંતર્ગત હાલોલ તાલુકા પંચાયત ની ૨૧, બેઠક માટે ૧૪૮ બુથ ઉપર તેમજ જિલ્લા પંચાયતની ૫ બેઠક માટે ૧૭૪ મતદાન મથક પર આજે યોજાયેલ ચૂંટણી પ્રક્રિયા શાંતિપ્રિય વાતાવરણ માં સંપ્પન થતા વહીવટી તંત્ર એ હાશકારો અનુભવ્યો હતો. જોકે સવાર ના ૭.૦૦ કલાકે થી શરુ થયેલી મતદાન પ્રક્રિયા જે સાંજે ૬.૦૦ કલાકે પૂર્ણ થતા તાલુકા પંચાયત નું. ૭૨.૧૬ ટકા મતદાન થયું હતું.જ્યારે જિલ્લા પંચાયતની પાંચ બેઠકો માટે ૭૦.૪૯ મતદાન નોંધાયું હતું.હાલોલ તાલુકા પંચાયતમાં ૨૧, બેઠકો માટે ચૂંટણી લડતાં ઉમેદવારોના ભાવિ મત પેઢીઓમાં સીલ થયા છે.લોકશાહી નો મહાપર્વ એવા સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણી ને લઈ હાલોલ તાલુકા પંચાયતની ૨૪ બેઠકો પૈકી કંજરી, સાથરોટા તેમજ ઘનસર આમ ત્રણ બેઠક પર ભાજપા ના ઉમેદવારો બિનહરીફ ચુટાયા હતા. બાકી રહેલી ૨૧ બેઠક માટે ૫૬ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવતા રસાકસીનો જંગ જામ્યો હતો. જ્યારે જિલ્લા પંચાયતની ૫ બેઠક માટે ભાજપા કોંગ્રેસ, અને આમઆદમી પાર્ટી મળી કુલ ૧૫ ઉમેદવારો મેદાનમાં ઉતરતા ત્રીપાખીઓ જંગ જામ્યો હતો. જેને લઈ હાલોલ તાલુકામાં રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો.આજે યોજાયેલ ચૂંટણી માં મતદારોનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. વહેલી સવારથી મતદારો મતદાન કરવા મતદાન મથક પર ઉમટી પડ્યા હતા. આજે તાપમાન નો પારો ૪૧ ડિગ્રી હોવા છતાં કેટલીક જગ્યાએ મતદાન મથક ઉપર મતદારોની મોટી લાઈનો જોવા મળી હતી. જોકે તાલુકામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન થયું હતુ.મતદાન સંપન્ન થતાં તમામ ઉમેદવારો દ્વારા જીતના દાવાઓ કરવામાં આવી રહ્યા છે જોકે હકીકત તો મત ગણતરી બાદ જ ખબર પડશે તેમ સ્પષ્ટ જણાઈ આવે છે.જ્યારે મતદાન પૂર્ણ થતાં હાલોલ વીએમ કોલેજ ખાતે ઇવીએમ લઇને આવનાર કર્મચારીઓનું વહીવટી તંત્ર દ્વારા ફૂલહાર પહેરાવી તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતુ જ્યારે આ પ્રસંગે હાલોલ પ્રાંત અધિકારી જીગ્નેશ પટેલ,હાલોલ મામલતદાર સંદીપ રૈયાની સહિત અધિકારી ખડેપગે હાજર રહ્યા હતા.હાલોલ તાલુકાના શિવરાજપુર નજીક આવેલ ખેરાપ ગામ ના સતિષભાઈ બારીયા તેઓના લગ્નમાં જાન પ્રસ્થાન થતા પહેલા મતદાન કરી મતદાન પ્રત્યે જાગૃતિ દર્શાવી મતદાન ની પવિત્ર ફરજ પ્રત્યે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.















