સુરેન્દ્રનગરની મહાત્મા ગાંધી હોસ્પિટલના તબીબોએ ૭૦ વર્ષના વૃદ્ધાની જટિલ હીપ રિપ્લેસમેન્ટ સર્જરી સફળતાપૂર્વક કરી
એક પણ પૈસાના ખર્ચ વિના ૭૦ વર્ષની વયે ફરી ચાલતા થયા બા; સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલ વૃદ્ધાના જીવનમાં લાવી નવી આશા

તા.29/04/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
એક પણ પૈસાના ખર્ચ વિના ૭૦ વર્ષની વયે ફરી ચાલતા થયા બા; સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલ વૃદ્ધાના જીવનમાં લાવી નવી આશા
કહેવાય છે કે ઉંમર વધવાની સાથે શરીર સાથ છોડવા લાગે છે અને જો તેવામાં થાપાના ગોળા જેવી ગંભીર ઈજા થાય, તો બાકીનું જીવન પથારીવશ વિતાવવું પડશે તેવો ડર વડીલોને સતાવતો હોય છે પરંતુ સુરેન્દ્રનગરની મહાત્મા ગાંધી સ્મારક જનરલ હોસ્પિટલના તબીબોએ આ ડરને વિશ્વાસમાં બદલી નાખ્યો છે એક ૭૦ વર્ષીય વૃદ્ધાની જટિલ હીપ રિપ્લેસમેન્ટ સર્જરી, એટલે કે થાપાના ગોળા બદલવાનું ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડીને સરકારી હોસ્પિટલે સાબિત કરી દીધું છે કે હવે ઓર્થોપેડિક સારવાર માત્ર શ્રીમંત પરિવારો પૂરતી મર્યાદિત નથી, પરંતુ સામાન્ય નાગરિકોને પણ વિનામૂલ્યે ઉપલબ્ધ છે સુરેન્દ્રનગર જિલ્લાના એક સામાન્ય પરિવારના ૭૦ વર્ષીય બા જ્યારે હોસ્પિટલ આવ્યા ત્યારે તેમની સ્થિતિ અત્યંત ગંભીર હતી થાપાના ગોળામાં ફ્રેક્ચર હોવાથી તેઓ હલનચલન પણ કરી શકતા નહોતા ખાનગી હોસ્પિટલમાં આવા ઓપરેશનનો ખર્ચ લાખોમાં થતો હોવાથી પરિવાર આર્થિક મૂંઝવણમાં હતો આ કપરા સમયે મહાત્મા ગાંધી સ્મારક જનરલ હોસ્પિટલના સિનિયર ઓર્થોપેડિક સર્જન ડૉ. દીપ પટેલ અને તેમની નિષ્ણાત સર્જિકલ ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવી મહિલા દર્દીની સફળ ‘Hemi Replacement Arthroplasty’ સર્જરી કરવામાં આવી છે ઓપરેશનના ગણતરીના દિવસોમાં જ દર્દી કોઈપણ આર્થિક બોજ વિના ફરીથી ચાલતા થયા છે જે હોસ્પિટલની કાર્યક્ષમતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સક્ષમ નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકાર રાજ્યના દરેક નાગરિકને શ્રેષ્ઠ અને કિફાયતી આરોગ્ય સુવિધાઓ આપવા માટે સંકલ્પબદ્ધ છે મુખ્યમંત્રીના દિશાનિર્દેશો અનુસાર, રાજ્યમાં આરોગ્ય માળખાને સતત મજબૂત કરવામાં આવી રહ્યું છે જેથી અંતરિયાળ વિસ્તારના ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ઘરઆંગણે જ અત્યાધુનિક સારવાર મળી રહે સરકારના વિઝન મુજબ, PM-JAY જેવી યોજનાઓના અસરકારક અમલીકરણ દ્વારા મોંઘી સર્જરીઓ આજે સામાન્ય માણસ માટે સુલભ બની છે ‘ગતિશીલ ગુજરાત’ની આ વિકાસયાત્રામાં આરોગ્ય ક્ષેત્રે ટેકનોલોજી અને માનવીય અભિગમનો સુમેળ સાધીને નાગરિકોના જીવનધોરણમાં સકારાત્મક પરિવર્તન લાવવામાં આવી રહ્યું છે મહાત્મા ગાંધી હોસ્પિટલ ઉચ્ચ ગુણવત્તા (NQAS પ્રમાણિત) ધોરણોનું પાલન કરે છે જે શ્રેષ્ઠ ચેપ નિયંત્રણ અને દર્દીઓની સલામતીની ખાતરી આપે છે અહીં અત્યંત આધુનિક મોડ્યુલર ઓપરેશન થિયેટર, ડિજિટલ એક્સ-રે અને રિકવરી વોર્ડની સુવિધાઓ ઉપલબ્ધ છે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ સાંધા રિપ્લેસમેન્ટ, ફ્રેક્ચર ફિક્સેશન અને આર્થોસ્કોપી જેવી ખર્ચાળ સર્જરીઓ વિનામૂલ્યે કરવામાં આવે છે આ ઉપરાંત, સર્જરી બાદ દર્દીની સંપૂર્ણ રિકવરી માટે મફત ફિઝિયોથેરાપી અને ફોલો-અપ સેવાઓ પણ પૂરી પાડવામાં આવે છે મુખ્ય જિલ્લા તબીબી અધિકારી સહ સિવિલ સર્જન ડૉ. ચૈતન્ય પરમારે જણાવ્યું હતું કે “જિલ્લાનો કોઈપણ નાગરિક પૈસાના અભાવે સારવારથી વંચિત ન રહે અને અપંગતાનો ભોગ ન બને તે અમારો મુખ્ય ધ્યેય છે હોસ્પિટલ અત્યાધુનિક સાધનોથી સજ્જ છે અને નિષ્ણાત તબીબોની ટીમ જનતાની સેવામાં તૈનાત છે નાગરિકોએ આ સરકારી સેવાઓનો મહત્તમ લાભ લેવો જોઈએ.” જો આપને અથવા આપના પરિવારમાં કોઈને પણ સાંધાનો દુખાવો, જૂના ફ્રેક્ચર કે ચાલવામાં તકલીફ હોય, તો સોમવાર, બુધવાર અને શુક્રવારે સવારે ૯:૦૦ થી ૧૨:૦૦ અને સાંજે ૪:૩૦ થી ૬:૦૦ દરમિયાન મહાત્મા ગાંધી સ્મારક જનરલ હોસ્પિટલ, સુરેન્દ્રનગર ખાતે ઓર્થોપેડિક ઓ.પી.ડી. (O.P.D.) નો સંપર્ક સાધવા અનુરોધ કરવામાં આવ્યો છે.



