GUJARATKUTCHMANDAVI

કચ્છ સામાજીક વનીકરણ વિભાગ દ્વારા પાન્ધ્રો પ્રાથમિક શાળા તા.લખપત ખાતે મેગા મેડીકલ કેમ્પનું આયોજન કરવામા આવ્યું.

૨૧-જાન્યુ.

વાત્સલ્યમ્ સમાચર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – લખપત કચ્છ

લખપત કચ્છ :- કચ્છ સામાજીક વનીકરણ વિભાગ દ્વારા તા.૨૧/૦૧/૨૦૨૪, રવિવારના રોજ સવારે 09:30 કલાકથી 14:00 કલાક સુધી પાન્ધ્રો પ્રાથમિક શાળા તા.લખપત ખાતે મેગા મેડીકલ કેમ્પનું આયોજન કરવામા આવેલ હતુ. આ મેડીકલ કેમપમાં ફુલરા, પાન્ધો, સોનલનગર, દયાપર, જારા, એકતાનગર, મીંઢીયારી, વર્માનગર, બેખડા, નવાનગર, અપનાનગર, માતાના મઢ ગામના લોકોએ ઉપલબ્ધ મેડીકલ સેવાનો લાભ લીધો હતો. આ મેડીકલ કેમ્પનું આયોજન કચ્છ વન વર્તુળના મુખ્ય વન સંરક્ષકશ્રી સંદિપ કુમાર સાહેબના માર્ગદર્શન અન્વયે થયેલ હતુ. જેમાં કચ્છ જિલ્લાના CDMO ડો. બૂચ સાહેબ તેમજ CDHO શ્રી ફુલમાલી સાહેબ તથા તેમની મેડીકલ ટીમ દ્વારા સહયોગ આપવામા આવેલ હતો. આ મેડીકલ કેમ્પમાં દર્દીઓને નિષ્ણાંત ડોકટરો દ્વારા આંખ, ચામડી તેમજ બિન ચેપી રોગોનું નિદાન કરી આપવામા આવેલ હતુ. તેમજ નિ:શુલ્ક દવાઓ પુરી પાડવામા આવેલ હતી. આ મેડીકલ કેમ્પમાં ૧૭૨ દર્દીઓએ સારવાર તેમજ માર્ગદર્શન લઈ સંતોષ વ્યક્ત કરેલ હતો. આ કેમ્પમાં ડો રવી સોલંકી, ડો. નૌશીન શૈખ, ડો. કલ્પેશ રાઠોડ, ડો નિમિશા મકવાણા તથા તેમની મેડીકલ ટીમે નિષ્ણાંત તરીકે સેવા પુરી પાડી હતી. કચ્છ સામાજીક વનીકરણ વિભાગના નાયબ વન સંરક્ષક શ્રી હરેશ મકવાણા, મદદશનીશ વન સંરક્ષક શ્રી આર.જે.દેસાઈ, રેન્જ ફોરેસ્ટ ઓફીસર શ્રી બી.એન.દેસાઈ, વનપાલ શ્રી બી.ડી.દેસાઈ, વનપાલ શ્રી એસ.ડી. પરમાર દ્વારા મેડીકલ કેમ્પને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.શ્રી દરીયાખાન રાયમા, ગણપત મારાજ, વિક્રમસિંહ સોઢા, કુલદીસિંહ ચાવડા, જયેશદાન ગઢવી તેમજ પાન્ધ્રો શાળાના આચાર્યશ્રી દ્વારા વન વિભાગના મેગા મેડીકલ કેમ્પમાં સહયોગ આપવામા આવ્યો હતો અને તેઓશ્રી દ્વારા આ કેમ્પની સરાહના કરી હતી. તેમજ આ મેડીકલ કેમ્પથી ગામલોકોને ખૂબ જ ફાયદો થયો હોઈ ડોકટરશ્રીઓનો પણ આભાર વ્યકત કરેલ.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!