GODHARAPANCHMAHAL

આગામી ૨૫ જાન્યુઆરીના રોજ તાલુકા સેવા સદન ગોધરા ખાતે તાલુકા કક્ષાનો સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે*

 

 

આથી ગોધરા (ગ્રામ્ય) તાલુકાની જાહેર જનતાને જાણાવવાનું કે, માનનીય મુખ્યમંત્રીશ્રીના જનસંપર્ક કાર્યક્રમ હેઠળનો તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૫/૦૧/૨૦૨૩ ને ચોથા બુધવારના રોજ સવારના ૧૧.૦૦ કલાકથી પુર્ણ ન થાય ત્યા સુધી યોજવામાં આવનાર છે. સબંધકર્તા નાગરિકોએ તેઓના (સેવાકીય, કોર્ટ મેટર, રહેમરાહે નોકરી, પેન્શન, નિતિવિષયક તથા આક્ષેપો કરતી અરજી) સિવાયના પ્રશ્નો લેખિતમાં તા.૧૨/૦૧/૨૦૨૩ સુધીમાં રૂબરૂ અથવા ટપાલ દ્વારા મામલતદાર કચેરી ગોધરા (ગામ્ય)માં મળે તે રીતે રજુ કરવાના રહેશે. અરજી ઉપર તાલુકા સ્વાગત કરીયાદ નિવારણ કાર્યક્રમના મથાળા હેઠળ એવું સ્પષ્ટ દર્શાવવાનું રહેશે તા.૧૨/૦૧/૨૦૨૩ સુધીમાં મળેલ અરજીઓનો જ ચાલુ માસમાં સ્વાગત કાર્યક્રમમાં સમાવેશ કરવામાં આવશે

 

આ કાર્યક્રમમાં કેવા પ્રકારની અરજીઓ સ્વીકારવામાં આવશે તેની સ્પષ્ટતા નીચે મુજબ છે.

 

(૧) લાંબા સમયના જ પડતર પ્રશ્નો અંગે જ અરજી કરવાની રહેશે.

(ર) તાલુકા કક્ષાનો પ્રશ્ન હોય તો તાલુકાના જવાબદાર અધિકારીશ્રીને કરેલ રજુઆતની નકલ સહ અરજી કરવાની રહેશે.

(૩) આ કાર્યક્રમમાં રજુ થતા પ્રશ્નોનો તાલુકા કક્ષાએ નિર્ણય લઈ શકાય તેવા જ તેમજ સેવાકીય કોર્ટ મેટર, રહેમરાહે નોકરી, પેન્શન, નિતિવિષયક તથા આક્ષેપો સિવાયના પ્રશ્નો હોવા જોઈએ.

(૪) આ કાર્યક્રમમાં અરજદારે જાતે રૂબરૂ પોતાના પ્રશ્નના જ આધાર પુરાવા સાથે રજુઆત કરી શકશે.કોઈ વકીલ કે અન્ય વ્યક્તિ દ્વારા રજુઆત કરાવી શકાશે નહિ

(૫) આ કાર્યક્રમમાં અરજદાર એક જ વિષયને લગતી રજુઆત કરી શકશે, સામૂહિક જુઆતી કરી શકશે નહિ તેમ મામલતદારશ્રી ગોધરા (ગ્રામ્ય)એ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

 

*****

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!