GUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગર ખાતે જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની કામગીરી સંદર્ભે ધારાસભ્યની પ્રેરક ઉપસ્થિતિમાં વર્કશોપ યોજાયો.

તા.04/11/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

જલ જીવન સર્વેક્ષણ 2023 માં હર ઘર જલ સર્ટિફિકેશન કામગીરીમાં સમગ્ર ભારતમાં સુરેન્દ્રનગર જિલ્લાએ પાંચમો ક્રમ હાંસલ કર્યો.

સુરેન્દ્રનગર જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની કામગીરી સંદર્ભે સમિતિના સભ્યો અને ફિલ્ડ કામગીરી કરતા કર્મચારીઓ માટે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા અને જિલ્લા કલેકટર કે.સી.સંપટની પ્રેરક ઉપસ્થિતિમાં શિવભૂમિ હોટલ સુરેન્દ્રનગર ખાતે વર્કશોપ યોજાયો હતો આ વર્કશોપમાં સંબોધન કરતાં નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, રાજ્યના નાગરિકોને પીવાના પાણી સહિત અન્ય જરૂરિયાતો માટે વપરાતા પાણીની કોઇપણ પ્રકારની તકલીફ પડે નહીં તે માટે રાજ્ય સરકાર સતત જાગરૂત છે. પાણીના સુચારૂ વિતરણ માટે મુખ્યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે પુરતું આયોજન કર્યું છે પાણીની અછતનો ઉલ્લેખ કરતા તેમણે ઉમેર્યું હતું કે, સૌની યોજના પહેલા શું સ્થિતિ હતી અને સૌની યોજના પછી શું બદલાવ આવ્યો છે તે સૌરાષ્ટ્રમાં જોઈ શકીએ છીએ સૌરાષ્ટ્રના સેંકડો ગામ અને હજારો ચેકડેમ આજે પાણીના સ્ત્રોત બની ચૂક્યા છે હર ઘર જલ યોજના અંતર્ગત આજે ગુજરાતના કરોડો પરિવારોને નળથી જળ મળવા લાગ્યું છે પહેલા સુરેન્દ્રનગર જિલ્લામાં સિંચાઈની પૂરતી સગવડો નહોતી પરંતુ આજે જિલ્લાના ધોળીધજા ડેમમાંથી સૌરાષ્ટ્રના 115 જેટલા ચેકડેમોને પાણી પૂરું પાડવામાં આવે છે વધુમાં નાયબ મુખ્ય દંડકએ હર ઘર જલ સર્ટિફિકેશન કામગીરીમાં સમગ્ર ભારતમાં સુરેન્દ્રનગર જિલ્લાએ પાંચમો ક્રમ હાંસલ કર્યો તે બદલ જિલ્લા વાસ્મો ટીમને અભિનંદન પાઠવી તેમની કામગીરીને બિરદાવી હતી આ તકે જિલ્લા કલેકટર કે.સી. સંપટે જણાવ્યું હતું કે ‘નલ સે જલ’ યોજના અંતર્ગત જિલ્લાના દરેક ગામોમાં દરેક કુટુંબને પીવાનું પાણી મળે તે માટે નળ કનેક્શનની વ્યવસ્થા ઉભી કરાવી ગ્રામ્ય સ્તરે કામગીરી કરવામાં આવે છે આ યોજના હેઠળ જિલ્લાના તમામ ગામોને આવરી લઈ ૧૦૦ ટકા કામગીરી પૂર્ણ કરવામાં આવી છે વધુમાં તેમણે હર ઘર જલ સર્ટિફિકેશન કામગીરીમાં આ સમયગાળા દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લાએ પાંચમો ક્રમ હાંસલ કર્યો તે બદલ વાસ્મોની ટીમને અભિનંદન પાઠવ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત સરકારના જલ શક્તિ મંત્રાલયના જલ જીવન સર્વેક્ષણ (JJS) 2023 હેઠળ (1’st oct. 2022 to 30’th June 2023 દરમ્યાન) સુરેન્દ્રનગર જિલ્લા દ્વારા કરવામાં આવેલ ઉત્તમ કામગીરી અને પ્રયાસો બદલ જલ જીવન સર્વેક્ષણ 2023 સ્પર્ધાની જુદીજુદી કેટેગરી પૈકી High Achievers કેટેગરીમાં (FHTC Coverage between 75% to 100% best performance) માં હર ઘર જલ સર્ટિફિકેશન કામગીરીમાં સમગ્ર ભારતમાં સુરેન્દ્રનગર જિલ્લાએ પાંચમો ક્રમ હાંસલ કર્યો છે આ વર્કશોપમાં જિલ્લા વિકાસ અધિકારી પી.એન.મકવાણા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક આર.એમ.રાયજાદા, જિલ્લા આરોગ્ય અધિકારી બી જી ગોહિલ, વાસ્મો યુનિટ મેનેજર એન.એ.ખાન, વાસ્મો ડિસ્ટ્રિક્ટ કોર્ડીનેટર તક્ષેશ મંડલી,ધીરુભાઈ સિંધવ તેમજ જિલ્લા જળ અને સ્વચ્છતા અને પાણી સમિતિના સભ્યઓ હાજર રહ્યાં હતાં.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!