GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

Wakaner:વાંકાનેર ફટાકડા ફોડવા જેવી બાબતે બબાલ બાદ મારા મારી : સામ સામે ફરીયાદ નોઘાઇ

વાંકાનેર ફટાકડા ફોડવા જેવી નજવી બાબતે બબાલ બાદ મારા મારી : સામ સામે ફરીયાદ નોઘાઇ

વાંકાનેરના આંબેડકર નગરમાં રહેતા જીવણભાઈ ભરતભાઈ રાઠોડ (૧૮) એ હાલમાં મુકેશભાઈ મંગાભાઈ સોલંકી, યોગેશભાઈ પ્રેમજીભાઈ સોલંકી, જયંતીભાઈ પ્રેમજીભાઈ સોલંકી, પીન્ટુભાઇ મંગાભાઈ સોલંકી, મણીબેન મંગાભાઈ સોલંકી, નરેશભાઈ પ્રેમજીભાઈ સોલંકી, દિનેશભાઈ પ્રેમજીભાઈ સોલંકી,, પારસભાઈ જયંતીભાઈ સોલંકી અને તુષારભાઈ જયંતીભાઈ સોલંકી રહે બધા આંબેડકર નગર વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે આંબેડકર નગરમાં ફરિયાદીના ઘર પાસે ચોકમાં આરોપીઓ ફટાકડા ફોડવા બાબતે ફરિયાદી તથા સાહેદને ઠપકો આપી બોલોચાલી કરી હતી અને ગાળો આપી હતી અને ત્યારે મુકેશભાઈ સોલંકીએ લાકડાના ધોકા વડે ફરિયાદીને મોઢા તથા કપાળના ભાગે માર મારીને ઇજા કરી હતી તેમજ બાકીના આરોપીઓએ વારાફરતી ફરિયાદી તથા સાહેદ માનવ વિપુલભાઈ રાઠોડને હાથે પગે ઢીકાપાટુનો માર મારી ઇજાઓ કરી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

જ્યારે મારામારીના આ બનાવ સંદર્ભે સામા પક્ષેથી મણીબેન મંગાભાઈ સોલંકી (૭૫) રહે આંબેડકરનગર વાળાએ ભરતભાઈ વિઠ્ઠલભાઈ રાઠોડ, મીનાબેન ભરતભાઈ રાઠોડ, જીવણભાઈ ભરતભાઈ રાઠોડ, ટીપુ કાળુભાઈ રાઠોડ, કૌશિક ધીરુભાઈ રાઠોડ રહે. બધા આંબેડકર નગરવાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે ફરિયાદીના ઘર પાછળ ચોકમાં આરોપી જીવણભાઈ રાઠોડ ફટાકડા તેના મિત્ર સાથે ફોડતા હોય જેથી ફરિયાદીએ ફટાકડા ફોડવાની ના પાડેલ હતી જે બાબતે બોલાચાલી કરી ઝઘડો કરીને આરોપીઓએ ફરિયાદીના ઘર પાસે વારાફરતી આવીને ફરિયાદીને ગાળો આપીને જો તમે અમારી સાથે બોલાચાલી કરશો તો તમને ઠાર મારી નાખશું તેવી ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા વૃદ્ધાએ નોંધાવેલ ફરિયાદ આધારે હાલમાં પોલીસે ગુનો નોંધી સામસામે ફરિયાદ લઈને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

Back to top button
error: Content is protected !!