DAHODGUJARAT

ફતેપુરા તાલુકામાં છેલ્લા બે દિવસથી વરસતા અવિરત વરસાદમાં ફતેપુરા પોલીસની સરાહનીય કામગીરી જોવા મળી

વાત્સલ્યમ્ સમાચાર

જુનેદ પટેલ-ફતેપુરા

ફતેપુરા તાલુકામાં છેલ્લા બે દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. ઠેર-ઠેર પાણી ભરાયા છે. અને કેટલાક વિસ્તારોમાં અસંખ્ય વૃક્ષો ધરાશાયી થયા હતા. ત્યારે કેટલાક વિસ્તારોમાં વિજપોલ પણ ધરાશાયી થયા હતા. આ સમયે ફતેપુરા પોલીસ મથકના પી.એસ.આઈ. જે.બી. તડવી સહિત ફતેપુરા પોલીસ મથકનો સ્ટાફ ખડેપગે બચાવ કામગીરી માટે ફરઝ પર હાજર રહ્યા હતા. મળતી માહિતી મુજબ ફતેપુરા તાલુકા ના ડુંગરા ગામે એક સાથે 4 વિજપોલ ધરાશાયી થયા હતા ત્યારે ઘટનાની જાણ થતા ફતેપુરા પોલીસના એ.એસ.આઈ. વિનુજી મેરુજી, તેમજ જીતેન્દ્ર ચુનિયાભાઈ, તેમજ અન્ય પોલીસ સ્ટાફના જવાનો ઘટના સ્થળે પહોંચી વિજપોલોની આજુ બાજુના મકાનો ના પતરા ઉતારવાની તેમજ અન્ય બચાવ કામગીરી હાથ ધરી હતી. ત્યારે ફતેપુરા તાલુકાના વાંગડ ગામે વૃક્ષો ધરાશાયી થયા હતા જેના લીધે વાહનચાલકો અટવાયા હતા. ત્યારે ફતેપુરા પોલીસ સ્ટાફ ના જવાનો એ વાંગડ ગામે જઈ માર્ગ પર ધરાશાયી થયેલા વૃક્ષો હટાવીને વાહનવ્યવહાર પૂર્વવત ચાલુ કરાવ્યો હતો.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!