GODHARAPANCHMAHAL

પંચમહાલ જિલ્લાના પેન્શનરો માટે અગત્યની સૂચના: ૩૧ જુલાઈ સુધીમાં વાર્ષિક હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત

 

પંચમહાલ ગોધરા

નિલેશભાઈ દરજી શહેરા

 

જિલ્લા તિજોરી કચેરી, પંચમહાલ (ગોધરા) ખાતેથી પેન્શન મેળવતા તમામ પેન્શનરશ્રીઓને વર્ષ ૨૦૨૬-૨૭ માટેની વાર્ષિક હયાતીની ખરાઈ કરાવવા અંગે જણાવવામાં આવે છે. આ પ્રક્રિયા તા. ૦૧/૦૫/૨૦૨૬ થી ૩૧/૦૭/૨૦૨૬ દરમિયાન યોજવામાં આવશે. જે પેન્શનરો નિયત સમયમર્યાદામાં હયાતીની ખરાઈ નહીં કરાવે, તેઓનું પેન્શન ઓગસ્ટ-૨૦૨૬ થી નિયમ મુજબ સ્થગિત કરવામાં આવશે, જેની દરેક પેન્શનરોએ ખાસ નોંધ લેવી.

હયાતીની ખરાઈ માટેના વિકલ્પો: પેન્શનરો પોતાની અનુકૂળતા મુજબ નીચે મુજબની પદ્ધતિઓ દ્વારા ખરાઈ કરાવી શકશે:

બેંક શાખા: પેન્શનર પોતાની બેંક શાખામાં રૂબરૂ જઈને ખરાઈ કરાવી શકે છે.

પોસ્ટ વિભાગ: પોસ્ટલ કર્મચારી દ્વારા ઘરે બેઠા ‘જીવન પ્રમાણ’ પોર્ટલ મારફતે વિનામૂલ્યે ઓનલાઇન સુવિધા મેળવી શકાય છે.

ઓનલાઇન પોર્ટલ: પેન્શનરો જાતે પણ jeevanpramaan.gov.in વેબસાઇટ અથવા એપ્લિકેશન દ્વારા ઘરે બેઠા ખરાઈ કરી શકે છે.

ખાસ સૂચનાઓ અને જરૂરી દસ્તાવેજો: ૧. ‘જીવન પ્રમાણ’ દ્વારા (આધાર-બેઝ્ડ ઓનલાઇન) ખરાઈ માટે પેન્શનરનું નામ આધારકાર્ડ તથા પેન્શન ચુકવણું હુકમ (PPO Book) માં એકસરખું હોવું અનિવાર્ય છે.

૨. હયાતીના ફોર્મ પર પેન્શનરે તેમના પી.પી.ઓ. માં કરેલી સહીના નમૂના મુજબ જ સહી કરવાની રહેશે.

૩. જિલ્લા તિજોરી કચેરીની પૂર્વ મંજૂરી વિના જો બેંક શાખા બદલેલ હશે, તો હયાતીની ખરાઈ કરવામાં આવશે નહીં.

૪. જે પેન્શનરોએ અગાઉ આધાર કાર્ડ કે પાન કાર્ડની વિગતો આપેલી નથી, તેઓએ હયાતીના ફોર્મ સાથે આ દસ્તાવેજોની નકલ અચૂક સામેલ કરવી.

વધારાના પુરાવાઓ: કુટુંબ પેન્શન મેળવતા પુરુષોએ આજીવન અને સ્ત્રીઓએ ૫૦ વર્ષની વય સુધી પુનઃલગ્ન ન કર્યા અંગેનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. આશ્રિત પુત્ર-પુત્રીઓએ લગ્ન ન કર્યા હોવા અંગેનો તથા આવકનો પુરાવો, જ્યારે આશ્રિત માતા-પિતાએ માત્ર આવકનો પુરાવો રજૂ કરવાનો રહેશે. દિવ્યાંગ આશ્રિતોના કિસ્સામાં તા. ૨૧/૧૦/૨૦૨૨ ના પરિપત્ર મુજબના સાધનિક કાગળો રજૂ કરેથી જ પેન્શન ચાલુ રાખવામાં આવશે. વિદેશમાં વસતા પેન્શનરોએ ભારતીય દૂતાવાસ અથવા નોટરી દ્વારા પ્રમાણિત કરેલા જરૂરી દસ્તાવેજો અને NRO ખાતાના પુરાવા મોકલવાના રહેશે.

પેન્શનરશ્રીઓ પોતાની વાર્ષિક આવકનું પ્રમાણપત્ર સાયબર ટ્રેઝરી પોર્ટલ અથવા પોતાની બેંકમાંથી મેળવી શકશે. તમામ પેન્શનરોને ૩૧ જુલાઈ પહેલા આ પ્રક્રિયા પૂર્ણ કરવા જિલ્લા તિજોરી અધિકારી, પંચમહાલ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

 

Back to top button
error: Content is protected !!