MEHSANAVIJAPUR

વિજાપુર સાબરમતી નદી પાસે આવેલ તિરુપતિ ઋષિવન ખાતે વિશ્વ ચકલી દિવસ નિમિત્તે 111 જેટલા માળાઓ ઘરમાં લગાવ્યા

વિજાપુર સાબરમતી નદી પાસે આવેલ તિરુપતિ ઋષિવન ખાતે વિશ્વ ચકલી દિવસ નિમિત્તે 111 જેટલા માળાઓ ઘરમાં લગાવ્યા
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર સાબરમતી નદી કિનારે આવેલ તિરુપતિ ઋષિવન ખાતે વિશ્વ ચકલી દિવસ નિમિત્તે ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ ના મકાને 111/ ચકલીના માળા લગાવ્યા હતા. જેમાં ચકલી ને મહેનત ના કરવી પડે એટલે એમા ગાસ પણ નાખવામાં આવ્યુ આજે પરીસ્થીતી બદલાઈ ગઈ છે. શહેરી વિસ્તારોમાં ચકલીઓ ચિંતાજનક પ્રમાણમાં ઘટી રહી છે. વિશ્વભરમાં ૨૦૧૦ ની સાલથી “ચકલી બચાવો અભિયાન” શરૂ થયું છે. દર વર્ષે ૨૦ માર્ચે “World Sparrow Day” વિશ્વભરમાં ઘર ચકલી અને અન્ય પક્ષીઓ જે આપણા પર્યાવરણના મહત્વ ના અંગ છે છેલ્લા થોડા વર્ષોમાં ચકલીઓની સંખ્યા ચિંતાજનક રીતે ઓછી થતા આ દિશામાં ચકલી બચાવવાના પ્રયત્નો શરૂ થયા છે. ફળિયું, ફળિયામાં ઝાડ, ઓટલો-ઓશરી-ઓરડા-ગોખલા-માળિયા-અભરાઈ-દેશી નળિયા-વંજીવરા વાળા દેશી બાંધણી વાળા ઘરોને સ્થાને બહુમાળી મકાનો બનતા ચકલીઓને રહેવા માટે જગ્યા નથી મળતી હવે માળા ક્યાં બનાવવા? આપણી આધુનિક જીવનશૈલીને લીધે ચકલીઓને ખોરાક-રહેઠાણ-રક્ષણ મળવું શહેરી વિસ્તારોમાં બહુ ઓછું થઇ ગયું છે.ચકલીનો ખોરાક અનાજના દાણા – નાના જંતુ – કીડા – ઈયળ વગેરે છે.હવે ખેતીમાં જંતુનાશક દવાઓના બેફામ વપરાશથી નાના જંતુ – કીડા-ઈયળો પણ ઘટી ગયા છે. શહેરોમાં પ્રદુષણથી તાપમાન વધી ગયું છે. ધ્વની પ્રદુષણ પણ વધી ગયું છે. જે ચકલી સહન નથી કરી શકતી. વિવિધ કંપનીઓના મોબાઇલ ટાવરોમાંથી નીકળતા તરંગો પણ ચકલીના પ્રજનન પર ઘાતક અસર પડે છે. ખોરાક અને માલની જગ્યાની શોધમાં તે શહેરોથી દુર નવા ઠેકાણા શોધે છે. જેમ કે ઓવરબ્રિજની તોતિંગ દીવાલોમાંના અનેક બાકોરાં ચકલી – કબરોની નવી વસાહતો બને છે.પર્યાવરણ અને ઇકોસિસ્ટમના ભાગરૂપ આ પંખીડા માટે આપણે આટલું જરૂર કરીએ..૧. ચકલાઓને ઘરનું ઘર આપવા પૂંઠા – લાકડા – માટીના બનેલા પક્ષીઘર આપણા ઘરોમાં લગાવી શકાય.
(વરસાદની સીધી માર કે બિલાડી ન પહોચે તે રીતે)
૨. કમ્પાઉન્ડ વોલપર પાણીનું કુંડુ રાખી શકાય – ટીંગાડી શકાય જેમાં ચકલા પાણી પીશે – સ્નાન પણ કરી શકશે.
૩. માટીના કે અન્ય પાત્રમાં અનાજના થોડા ઘણા દાણા –ચણ તરીકે રોજ નાખી શકાય.
૪. ઘર આગણે શક્ય હોય તો એકાદ વ્રુક્ષ લગાવી શકાય.આટલું કર્યા પછી આપણે આગણે ચકલીઓ તો આવશે જ પણ સનબર્ડ-ગ્રીનબીઈટર જેવી અન્ય પ્રજાતિ અને કોયલ, કુકડીયો કુંભાર જેવા અવનવા પક્ષી મીઠા ટહુકા – ગીતો ગાતા થશે. ખિસકોલીઓ પણ આવતી જતી થશે આશ્વાસન એ વાતનું લઇ શકાય કે આજે પણ ગામડે-ગામડે એકાદ પ્રભાતફેરી કરી મુઠી મુઠી ચણ ઉઘરાવી ચબૂતરે નાખે છે. હજુ નવા ચબુતરા બને છે. કેટલાક ખેડૂતો પોતાના ખેતરમાં બે-ત્રણ ચાસ માત્ર પંખીડા માટે ઉગાડે છે. લગભગ ઘરોઘર પાણી ના કુંડા મુકવામાં આવે છે. છેલ્લા પાંચ વર્ષથી ઘણા શહેરોમાં “ચક્લીઘર” અને પાણીના કુંડાનું નિ:શુલ્ક વિતરણ અને આ વિષયે જાગૃતિ જોવા મળે છે. જેના ટૂંક સમયમાં સારા પરિણામો જોવા મળ્યા છે

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!