AHAVADANG

ડાંગ: સાકરપાતલ ગામ નજીક બે બાઇક સામસામે ભટકાતા ગંભીર અકસ્માત સર્જાયો

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

ડાંગ જિલ્લાનાં વઘઇથી સાપુતારાને જોડતા આંતર રાજય ધોરીમાર્ગનાં સાકરપાતળ ગામ નજીક બે મોટરસાયકલ સવારો સામસામે ભટકાતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો…
પ્રાપ્ત વિગતો અનુસાર આજરોજ ડાંગ જિલ્લાનાં વઘઇ તાલુકાનાં ગુંદવહળ ગામ તથા નાની દાબદર ગામનાં ઈસમોની મોટરસાયકલ ન.જી.જે.19.જે.4041 તથા જી.જે.30.બી.8076 જે બન્ને વઘઇથી સાપુતારાને જોડતા આંતરરાજય ધોરીમાર્ગનાં સાકરપાતળ ગામ નજીક આવેલ નંદીનાં પુલ પાસે સામસામે ભટકાતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતનાં બનાવમાં બન્ને મોટરસાયકલને જંગી નુકસાન થયુ હતુ.જયારે બન્ને મોટરસાયકલ પર સવારોમાં સુરેશભાઈ રૂકજીભાઈ દળવી,વાસુબેન સુરેશભાઈ દળવી તથા તારાબેન ગમનભાઈ પવાર  રે.ગુંદવહળનાઓ તથા પ્રદીપ હરેશભાઇ તુંબડા,એલેક્સ રાજુ ગાવીત રે.નાનીદાબદર ગામનાં મોટરસાયકલ સવારોને શરીરનાં ભાગે ગંભીર ઈજાઓ પોહચતા તેઓને પ્રથમ 108 એમ્બ્યુલન્સ મારફતે વઘઇ સી.એચ.સીમાં ખસેડાયા હતા.જ્યાં તેઓની હાલત નાજુક જણાતા વધુ સારવારનાં અર્થે વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરાઈ હતી.આ બનાવ સંદર્ભે વઘઇ પોલીસની ટીમે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે…

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!