LUNAWADAMAHISAGAR

સહારા યંગ કમિટી લુણાવાડા અને મદ્રેસા એ નૂરે મોહંમદી કમિટી મોડાસાફળી લુણાવાડા દ્વારા આધારકાર્ડ અપડેશન કેમ્પ અને ચૂંટણીકાર્ડ ઓનલાઈન ન્યુ/કરેકશન ફ્રી કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું

વાત્સલ્ય સમાચાર આસીફ શેખ લુણાવાડા

સહારા યંગ કમિટી લુણાવાડા અને મદ્રેસા એ નૂરે મોહંમદી કમિટી મોડાસાફળી લુણાવાડા દ્વારા આધારકાર્ડ અપડેશન કેમ્પ અને ચૂંટણીકાર્ડ ઓનલાઈન ન્યુ/કરેકશન ફ્રી કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું

સહારા યંગ કમિટી લુણાવાડા અને મદ્રેસા એ નૂરે મોહંમદી કમિટી મોડાસાફળી લુણાવાડા દ્વારા મદ્રેસા એ નૂરે મોહંમદી મોડાસા ફળી, લુણાવાડા ખાતે તારીખ 11/02/2023 શનિવાર નાં રોજ આધારકાર્ડ અપડેશન કેમ્પ અને તારીખ 12/02/2023 રવિવારના રોજ ચૂંટણી ઓળખકાર્ડ ઓનલાઈન ન્યુ/કરેકશન ફ્રી કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું જેમાં 201 થી વધુ મુસ્લિમ સમાજનાં ભાઈઓ અને બહેનોએ લાભ લીધો. આ કેમ્પ નું સમગ્ર આયોજન કમિટીના પ્રમુખ એવાં સામાજિક કાર્યકર મહંમદજાફરભાઈ અરબ અને મદ્રેસા એ નૂરે મોહંમદી કમિટી મોડાસાફળી નાં જિમ્મેદાર સભ્ય અબ્દુલ રહીમ શેખ દ્વારા કરવામાં આવ્યું તેઓ મુસ્લિમ સમાજની સેવા માટે બંને કેમ્પમાં ખડેપગે હાજર રહ્યા અને આ કેમ્પ ને સફળ બનાવવા સહારા યંગ કમિટી નાં સભ્ય ઈકરામ શેખ, સાહીદ શેખ, રિઝવાનખાન પઠાણ તેમજ મદ્રેસા એ નૂરે મોહંમદી કમિટી નાં સભ્ય ફારુકભાઈ ધુળધોયા,અબ્દુલ ગનીભાઈ શેખ,અસફાકખાન પઠાણ,તૌફીક શેખ ઉપરાંત અન્ય સભ્યો, કોમ્પ્યુટર ઓપરેટર ભાઈ સાહીલ શેખ, મોડાસા ફળી પંચનાં આગેવાનો, ,પત્રકાર આશીફભાઈ શેખ, તેમજ આ બંને કેમ્પનું લાભ લેનાર મુસ્લિમ સમાજનાં તમામ ભાઈઓ અને બહેનોએ મહત્વનું યોગદાન આપ્યું.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!