DAHOD

સુરતમાં 4 વર્ષીય આદિવાસી દીકરી ઉપર દુષ્કર્મની ઘટનામાં આરોપીને ફાંસીની સજાની માંગ સાથે મુખ્યમંત્રીને સંબોધતું આવેદન પત્ર BTP પાર્ટીએ જિલ્લા કલેક્ટરને આપ્યુ

તા.૨૬.૦૬.૨૦૨૩

વાત્સલ્યમ સમાચાર

અજય સાંસી દાહોદ

સુરતમાં 4 વર્ષીય આદિવાસી દીકરી ઉપર દુષ્કર્મની ઘટનામાં આરોપીને ફાંસીની સજાની માંગ સાથે મુખ્યમંત્રીને સંબોધતું આવેદન પત્ર BTP પાર્ટીએ જિલ્લા કલેક્ટરને આપ્યુ

દાહોદ જિલ્લા કલેક્ટરને BTP પાર્ટીએ આપેલા આવેદન પત્રમાં જણાવ્યા અનુસાર ગત દિવસો દરમિયાન ગુજરાતના સુરત શહેરના ઇરછાપોર વિસ્તારમાં માધ્યપ્રદેશનો આદિવાસી ગરીબ પરિવાર પોતાના પેટનું રેંટિયું રળવા માટે મજૂરી કામ અર્થે આવ્યો હતો જેમાં તે ગરીબ આદિવાસી પરિવારની 4 વર્ષીય બાળકીનું રાત્રીના સમયે અજાણ્યા નરાધમે અપહરણ કરી અવાવરી ઝાડી ઝાખરા વાળી જગ્યા ઉપર લઈ જઈ અને હવસના ભૂખ્યા નરાધમે તે 4 વર્ષીય બાળકીને પોતાની હવસનો શિકાર બનાવ્યો હતો અને માસુમ દીકરી જોડે ક્રૂરતાથી દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું અને તે બાળકીની હત્યા પણ કરવાની કોશિશ નરાધમ દ્રારા કરવામાં આવી હતી અને જયારે લોહી લુહાણ હાલતમાં બાળકી પોતાના માતા પીતા પાસે રડતી રડતી આવતા મીઠી નીંદર માણતા તેના માતા પીતા ઉઠ્યા હતા અને રાત્રીના 2 વાગ્યાના સમયે તે બાળકીના પિતાએ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવાઈ હતી અને બાળકીને ટ્રોમાં સેન્ટરમાં દાખલ કરવામાં આવી હતી બાળકીની હાલત દેખી તબીબો પણ અંચબામાં પડી ગયા હતા તબીબોના પણ હૃદય કાંપી ઉઠ્યા હતા અને તબીબોએ પોલીસને જાણ કરી હતી અને પોલીસનો કાફલો સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો અને અજાણ્યા નરાધમની પોલીસ તપાસ કરી રહી છે લાચાર બાળકીનો પીતા તેની દીકરી બચશે કે નહિ તેની ચિંતા કરી રહ્યો છે ત્યારે ગુજરાતમાં અવાર નવાર આવી ઘટનાઓ બને છે તેને લઈને આવી ઘટનાઓ બનતી અટકે તે માટે અને આવા નરાધમોને ફાંસીની સજા મળે તે માટે દાહોદ BTP દ્રારા મુખ્યમંત્રીને સંબોધતું આવેદન જિલ્લા કલેક્ટરને આપી અને આવા નરાધમોને પકડી ફાંસીની સજા અપાય તેવી માંગ સાથે આવેદન પત્ર સુપ્રત કરાયું હતું

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!