GUJARATIDARSABARKANTHA

ઈડરના કાનપુર ગામે ગૌચરમાં દબાણ થતા દબાણ દૂર કરવા જિલ્લા વિકાસ અધિકારીને રજુઆત કરાઈ.

ઈડરના કાનપુર ગામે ગૌચરમાં દબાણ થતા દબાણ દૂર કરવા જિલ્લા વિકાસ અધિકારીને રજુઆત કરાઈ.

 

ઈડર તાલુકાના કાનપુર ગામે ગૌચાર હેડ ચાલતા સર્વ. નં.૩૨૮ ની જમીનમાં દબાણ કરાતા જાગૃત નાગરિક દ્વારા દબાણ દૂર કરવા જિલ્લા વિકાસ અધિકારી ને રજુઆત કરતા જિલ્લા બાંધકામ વિભાગ શાખા દ્વારા ઈડર TDO ને તપાસ કરી દબાણ દૂર કરી લેન્ડ ગ્રેબિંગ અંતર્ગત કાર્યવાહી કરવા પત્ર પાઠવ્યો.

 

ગૂજરાત સરકાર દ્વારા રાજયમાં ગૌચરની જમીન પર થયેલ દબાણો દૂર કરવા માટે લેન્ડ ગ્રેબિંગ અંતર્ગત કાયૅવાહી કરવા કયદો અમલી બનાવવામાં આવ્યો છે ત્યારે વાડજ ચીભડાં ગળે જેવી સ્થિતિ ઈડર તાલુકાના કાનપુર ગામે જોવા મળી છે જેમાં કાનપુર ગ્રામ પંચાયત વિસ્તારમા આવેલ ગૌચાર હેડ ચાલતા સર્વ. નં.૩૨૮ ની જમીનમાં ગામના કેટલાક વ્યક્તિઓ એ બિન અધિકૃત દબાણ કરતા ગામના એક જાગૃત નાગરિકે જિલ્લા વિકાસ અધિકારી ને ગૌચરની જમીનમાં થયેલ દબાણ મુદ્દે દબાણ દૂર કરી લેન્ડ ગ્રેબિંગ અંતર્ગત કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી છે જે મામલે સાબરકાંઠા જિલ્લા પંચાયત દબાણ શાખા દ્વારા સમગ્ર મામલે ઈડર તાલુકા વિકાસ અધિકારીને પત્ર પાઠવી કાનપુર ગામે ગૌચરની જમીન પર થયેલ દબાણો દૂર કરી લેન્ડ ગ્રેબિંગ અંતર્ગત કાર્યવાહી કરી અહેવાલ મોકલવા પત્ર પાઠવવામાં આવ્યો છે કાનપુર ગામે ચૌચરની જમીન પર થયેલ સમગ્ર દબાણ મામલે હાલતો આ મુદ્દે ઈડર તાલુકા વિકાસ અધિકારી દ્વારા તાપસ કરવામાં આવનાર છે ત્યારે ઈડર તાલુકા વિકાસ અધિકારીના અહેવાલ ના આધારે વહીવટી તંત્ર આગળ શુ કાર્યવાહી કરે છે તે જોવું રહ્યુ.
આ બાબતે ઈડર TDO શુ કહે છે .

આ બાબતે ઈડર તાલુકા વિકાસ અધિકારી ડૉ.અમીબેન પટેલ દ્વારા જણાવાયું કે કાનપુર ગામે ગૌચરની જમીન બાબતે જમીનની માપણી માટે લેન્ડ રેકર્ડ માં થતી ફી ભરવામાં આવી છે DLR રિપોર્ટના આધારે જો દબાણ ફલિત થતું હશેતો કાયૅવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.
આ બાબતે ગૌચરનુ દબાણ દૂર કરવા રજુઆત કરનાર અરજદાર શુ કહે છે.

કાનપુર ગામે ગૌચરની જમીનમાં થયેલ દબાણ મામલે અરજદાર પટેલ ભીખાભાઈ વિરસંગ ભાઈના જણાવ્યા અનુસાર ગૌચરનું દબાણ દૂર કરવા રજૂઆતો કરવા છતા જો ગૌચરનું દબાણ દૂર કરવામાં નહી આવે તો હું કોર્ટ ના દ્વારા ખટખટાવિશ તેમ જણાવ્યું હતું.

જયંતિ પરમાર સાબરકાંઠા

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!