SURENDRANAGAR

સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી ખાતે પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજનાના અમલીકરણ માટેની જિલ્લા કક્ષાની અનુસરણ સમિતિની બેઠક મળી.

તા.28/07/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

ચુડા તાલુકાનું કારોલ, ચોટીલા તાલુકાનું નાની મોલડી અને વઢવાણ તાલુકાના વાઘેલા ગામનો સમાવેશ

જિલ્લા કલેકટર કે સી સંપટના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી સભાખંડ ખાતે પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજનાના અમલીકરણ માટેની જિલ્લા કક્ષાની અનુસરણ સમિતિની બેઠક મળી હતી આ બેઠકમાં જિલ્લા કલેક્ટરએ આદર્શ ગ્રામ સંબંધિત અધિકારીઓ પાસેથી વિસ્તૃત જાણકારી મેળવી જરૂરી માર્ગદર્શન સૂચનો આપ્યા હતા આ બેઠકમાં કલેકટરએ તાલુકા વિકાસ અધિકારીઓ અને તલાટી કમ મંત્રીઓને ગ્રામ વિકાસ યોજના તૈયાર કરવા જણાવ્યું હતું વધુમાં તેમણે પસંદ પામેલ ગામોમાં પીવાનું પાણી અને સ્વચ્છતા,શિક્ષણ, આરોગ્ય અને પોષણ, સામાજિક સુરક્ષા, ગ્રામીણ માર્ગો,વીજળી અને સ્વચ્છ બળતણ, નાણાકીય બાબતો, ડિજીટાઇઝેશન વગેરે જેવી માળખાકીય સુવિધાઓ ગામોમાં ઉપલબ્ધ થાય તે પ્રમાણે આયોજન હાથ ધરવા જણાવ્યું હતું વિકાસ માટે જરૂરી તમામ માળખાકીય સુવિધાઓ પસંદ કરાયેલા ગામોમાં ઉપલબ્ધ કરાવવા જણાવ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દ્વારા પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના અંતર્ગત ગુજરાત રાજ્યના ૧૨ જિલ્લાઓમાં ગામોની કુલ વસ્તીના ૪૦% થી વધુ અનુસૂચિત જાતિની વસ્તી ધરાવતા નવા કુલ ૩૧ ગામો વર્ષ ૨૦૨૧-૨૨ થી ૨૦૨૪-૨૫ના બીજા તબક્કામાં પસંદ થયેલ છે જે અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લાના ત્રણ ગામોની પસંદગી કરવામાં આવી છે જેમાં ચુડા તાલુકાનું કારોલ, ચોટીલા તાલુકાનું નાની મોલડી અને વઢવાણ તાલુકાના વાઘેલા ગામનો સમાવેશ થાય છે આ યોજના અંતર્ગત ભારત સરકાર દ્વારા પસંદ થયેલ ગામોમાં ગેપ-ફિલિંગના કામો કરવા માટે ગામદીઠ રૂ. ૨૧ લાખની રકમ ફાળવવામાં આવે છે. જે પૈકી રૂ.૨૦ લાખની રકમ પસંદ થયેલ ગામોમાં ગેપ-ફિલિંગ હેઠળ હાથ ધરવાની પ્રવૃતિઓ માટે અને બાકીના રૂ. ૧ લાખની રકમ વહીવટી અને અન્ય ખર્ચ માટે ફાળવવામાં આવે છે આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી પી એન મકવાણા, જિલ્લા ગ્રામવિકાસ એજન્સી નિયામક આર એમ રાયજાદા, અનુ.જાતિ કલ્યાણ નાયબ નિયામક બગડા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી બી.જી.ગોહિલ સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!