AHAVADANG

ડાંગનાં મોટામાંળુગાનાં પરત આવેલ શ્રમિકોની ડાંગ ધારાસભ્ય સહીત પ્રમુખ દ્વારા મુલાકાત કરવામાં આવી…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ ડાંગ જિલ્લાનાં મોટામાંળૂગાનાં બંધક 14 શ્રમિકો માદરે વતન પરત ફરતા ગુજરાત વિધાનસભાનાં નાયબ મુખ્ય દંડક અને જિલ્લા પંચાયતનાં પ્રમુખ દ્વારા તેઓની મુલાકાત લઈ અનાજની કીટ સહિત આર્થિક મદદ કરી સાંત્વના આપી… પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લાનાં વઘઇ તાલુકાનાં મોટામાંળુગાનાં 14 શ્રમિકોને કામ અર્થે એક શાહુકાર મહારાષ્ટ્રનાં સતારા જિલ્લામાં લઈ ગયો હતો.અહી શાહુકાર શ્રીમંત ખેડૂત પાસેથી મજૂરોનાં એડવાન્સ 7 લાખ લઈ પલાયન થઈ જતા આ શ્રમિકોની હાલત કફોડી બની હતી.અહી શ્રીમંત ખેડૂત દ્વારા નક્કી કરેલ કામ કરતા આ શ્રમિકો પાસે વધુ કામ કરાવી કિઢની કાઢી લેવાની ધમકી ઉચ્ચારી જુલમ ગુજારતા મામલો ગરમાયો હતો.અહી શ્રીમંત ખેડૂત દ્વારા આ 14 શ્રમિકોને બંધક બનાવતા ડાંગ જિલ્લા પ્રશાસન સહીત ભાજપાનાં આગેવાનો હરકતમાં આવ્યા હતા.ગતરોજ ડાંગ જિલ્લાનાં ધારાસભ્ય વિજયભાઈ પટેલ,જિલ્લા પંચાયતનાં પ્રમુખ મંગળભાઈ ગાવીત તથા બાંધકામ સમિતિનાં ચેરમેન ચંદરભાઈ ગાવીતનાં માર્ગદર્શન હેઠળ બંધક 14 શ્રમિકોને મહારાષ્ટ્રમાંથી પરત ડાંગ લવાયા હતા.આ શ્રમિકોનાં અવેજ પેટે બાંધકામ અધ્યક્ષ ચંદરભાઈ ગાવીતે શ્રીમંત ખેડૂતને 2 લાખ રૂપિયા ચૂકવતા આ શ્રમિકોને મુક્ત કરાયા હતા.ડાંગ જિલ્લાનાં મોટામાંળુગા ગામનાં બંધક 14 શ્રમિકોને આજરોજ ડાંગ જિલ્લાનાં બાંધકામ અધ્યક્ષ ચંદરભાઈ ગાવીત દ્વારા હેમખેમ રીતે માદરે વતન પરત લવાતા સમગ્ર પંથકનાં લોકોએ આભાર વ્યક્ત કર્યો હતો.આ બંધક 14 શ્રમિકો મોટામાંળુગા ગામે પરત ફરતા ગુજરાત વિધાનસભાનાં નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલ,ડાંગ જિલ્લા પંચાયતનાં પ્રમુખ મંગળભાઈ ગાવીત,મહામંત્રી કિશોરભાઈ ગાવીત,બાંધકામ અધ્યક્ષ ચંદરભાઈ ગાવીત સહીતનાં આગેવાનોએ આ શ્રમિકોની મુલાકાત લઈ સાંત્વના પાઠવી હતી.અહી 14 શ્રમિકોને ડાંગ જિલ્લા પંચાયતનાં પ્રમુખ મંગળભાઈ ગાવીત દ્વારા અનાજની કીટનું વિતરણ કર્યુ હતુ. તો ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલે આ પીડિત શ્રમિકોનાં પરિવારને આર્થિક સહાય અર્પણ કરી સવેંદના વ્યક્ત કરી હતી.અહી ડાંગ જિલ્લાનાં ધારાસભ્ય એવમ ગુજરાત વિધાનસભાનાં નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલે શ્રમિકોને સાંત્વના પાઠવી જણાવ્યુ હતુ કે જિલ્લામાંથી સ્થળાંતરણ કરતા મજૂરોની યાદી ગામનાં આગેવાનોએ રાખવી જોઈએ.તથા ભાજપાની સરકાર હમેશા છેવાડાનાં માનવીઓ માટે કટિબદ્ધ હોવાનું જણાવી આ મજૂરોને પરત લાવવામાં અહમ ભૂમિકા ભજવનાર ભાજપાનાં આગેવાન નગીનભાઈ ગાવીત,અને જિલ્લા પંચાયતનાં બાંધકામ અધ્યક્ષ ચંદરભાઈ ગાવીતની ઉદારનીતિને બિરદાવી હતી..

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!