NAVSARI CITY / TALUKO
વાત્સલ્યમ સમાચાર
નવસારી

નવસારી મહાનગરપાલિકા દ્વારા ૨૭મી જુલાઈ, ૨૦૨૫ રવિવારના રોજ મેઘોત્સવનું આયોજન લોકજાગૃતિ માટે કરવામાં આવ્યું છે.જિલ્લામાં મેઘમહેર ના વાતાવરણને ધ્યાને લઈ ઓપન સ્ટ્રીટ કાર્યક્રમોનું આયોજન લુંસીકુઈ ખાતે રાખવામાં આવ્યું છે. આ મેધાઉત્સવ કાર્યક્રમમાં નવસારી શહેરના તમામ ઉમ્ર ના લોકો વધુમાં વધુ જોડાઈ એક શહેરી વાતાવરણનું નિર્માણ થાય એવી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.આ કાર્યક્રમ સવારે ૬:૩૦ થી ૯:૩૦ દરમિયાન લાયન્સ સર્કલથી સર્જિટ હાઉસ સુધી યોજાનાર આ કાર્યક્રમમાં યોગા, ઝુંબા, બૅન્ડ પર્ફોર્મન્સ, ટ્રાફિક અવેરનેસ, વ્યસન મુક્તિ સંદેશ, પર્યાવરણ અંગેની પ્રવૃત્તિઓ, સ્ટ્રીટ ગેમ્સ, સાઇકલિંગ ચેલેન્જ, તથા ઘણી બધી ગેમ્સ અને આનંદદાયક અને માહિતીપ્રદ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. નવસારીના જાહેર જનતા સર્વાંગી વિકાસ માટે મહાનગરપાલિકાએ એક અનોખી પહેલ હાથ છે.
Navsari: કેન્દ્રીય જળ શક્તિ મંત્રાલયના સચિવ શ્રી અશોક કુમાર મીણાએ જલાલપોર તાલુકાના સુલતાનપુર ગામની મુલકાત લીધી..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત સુલાતનપુર ગામમાં કાર્યરત વોટર અને સેનિટેશનના કામોનું નિરિક્ષણ કર્યું **** નવસારી…
નવસારી તથા ડાંગ જિલ્લામાં લોક અદાલત યોજાઇ લોક અદાલતમાં કુલ-૧૦૯૩૭ કેસોનો નિકાલ : રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળના નેજા હેઠળ તથા ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદ અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ જિલ્લા ન્યાયાધીશ શ્રી પી.જે. તમાકુવાલાની અધ્યક્ષતા હેઠળ તા.૧૩/૦૯/૨૦૨૫ ના રોજ નવસારી, ગણદેવી, ચીખલી, ખેરગામ, વાંસદા તથા ડાંગ જિલ્લાના આહવા, વઘઇ તથા સુબીર ખાતે વકીલ બાર એસોસિએશનના સહયોગથી લોકઅદાલત યોજાઇ હતી. જેમાં તમામ પ્રકારના સિવિલ, ક્રિમિનલ, ભરણપોષણ, ચેક રીટર્નના, જમીન સંપાદનના કેસો, ઇ-મેમો, કૌટુંબિક તકરાર, બેંક મેટર્સ તથા એમ.એ.સી.પી. વિગેરેકક્ષાના કેસોની લોક અદાલતમાં આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રિ-લીટીગેશન લોક અદાલતમાં ૬૩૯૨, લોક અદાલતમાં ૫૬૩ તથા સ્પેશીયલ સીટીંગમાં ૩૯૮૨ મળી કુલ ૧૦૯૩૭ કેસોનો લોક અદાલતમાં નિકાલ કરવામાં આવ્યો છે. “લોકો દ્વારા ચાલતી અદાલત એટલે લોકઅદાલત.” આ લોક અદાલતોમાં પક્ષકારોને ઝડપી, ઓછા ખર્ચે ન્યાય મળે છે અને પક્ષકારોના એકબીજાના સમાધાનથી તકરારનો સુખદ અંત આવે તેવો પ્રયત્ન કરવામાં આવે છે. તેમ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, નવસારી દ્વારા જણાવાયું છે.
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળના નેજા હેઠળ તથા ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદ અને…
જળસંપત્તિ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા દ્વારા નવસારી જિલ્લાના પૂર્ણા ટાઇડલ રેગ્યુલેટર પ્રોજેક્ટની મુલાકાત લેવાઇ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા તથા ગ્રાહક સુરક્ષાના મંત્રી કુંવરજીભાઈ બાવળીયા દ્વારા આજે નવસારી…
નવસારી: જલાલપોરના સુલતાનપુર ગામમાં કેન્દ્ર સરકારની CIBA સંસ્થાના સહાયથી વિકસેલું સુખાકારી મોડેલ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના સુલતાનપુર ગામના આદિવાસી પરિવારો કાયમી રોજગારી માટે અન્ય તથા આકસ્મિક તહેવારો જેવા…
નવી સિવિલ હોસ્પિટલ સુરત ખાતે નવસારીના બ્રેઈનડેડ મહિલાના અંગદાનથી ત્રણને નવજીવન મળશે..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *નવસારી જિલ્લાના દતનગરના બાગલે પરિવારના અંગદાનના માનવતાવાદી અભિગમથી ત્રણને મળશે નવજીવન* સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ૭૮મું…
નવસારી ખાતે પ્રધાનમંત્રી માઇક્રો ફૂડ પ્રોસેસિંગ ફોર્મલાઇઝેશન એન્ટરપ્રાઇઝ યોજના અંત્તર્ગત વર્કશોપ યોજાયો..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *પ્રોસેસીંગને લગત ઉદ્યોગ માટે મશીનરી ખરીદવા સહાય અંગે માર્ગદર્શન મળી રહે તે હેતુથી એક દિવસીય વર્ક-શોપનુ…
નવસારી જિલ્લાના મુકબધીર બાળકોએ નેશનલ કક્ષાએ અદ્વિતીય સિદ્ધિ હાંસલ કરી…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *રાષ્ટ્રીયકક્ષા વોલીબોલ ડેફ ચેમ્પિનશિપ- 2025માં માનવ કલ્યાણ ટ્રસ્ટ “મમતા મંદિર” ના મૂક-બધિર બાળકો એ 14 મેડલો…
નવસારી જિલ્લામાં તા.૬ સપ્ટેમ્બરે ગણેશ વિસર્જન પર્વને લઇ શોભાયાત્રા રૂટના માર્ગો પર વાહન વ્યવહાર પર પ્રતિબંધ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ વાહન ચાલકોએ વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવો ઃ આગામી તા.૦૬/૦૯/૨૦૨૨ ના રોજ ગણેશ વિસર્જન દરમિયાન નવસારી જિલ્લાના…
શિક્ષક એ જ સમાજનો સાચો દીપસ્તંભ “શ્રેષ્ઠ શિક્ષકો અને શાળાઓના સન્માનથી નવસારી જિલ્લામાં ભવ્ય શિક્ષકદિન ઉજવણી
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ “ભારતનું ભવિષ્ય ઘડવાનું પવિત્ર કાર્ય શિક્ષકો કરે છે” – જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઈ દેસાઈ નવસારી જિલ્લામાં…
૭૬ મો જિલ્લા કક્ષાનો વન મહોત્સવ- ૨૦૨૫ નો કાર્યક્રમ નવસારી જિલ્લાનાં દાંડીના સમર્પણ આશ્રમ ખાતે યોજાયો.
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ વૃક્ષોનું જતન કરી એની જાળવણી કરવી એ આપણી સૌની પ્રથમ ફરજ છે. આપણે સૌ ભેગા…










