HALOLPANCHMAHAL

હાલોલમાં હજરત પીર સૈયદ બાબાખા અને પીર સૈયદ બડજીશાહનાં ચાર દિવસીય ઉર્સની ઉજવણી ધાર્મિક વાતાવરણમાં કરાઈ 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૧૦.૩.૨૦૨૪

હાલોલ નગરના વડોદરા રોડ પર આવેલ હજરત પીર સૈયદ બાબાખા મદારી અને પીર સૈયદ બડજી શાહનાં ઉર્સની ઉજવણી બાબાખા બાબા અને બડજી શાહ બાબા દરગાહ કમિટી તેમજ મુસ્લિમ સમાજ દ્વારા ચાર દિવસીય ધાર્મિક વાતાવરણમાં કરવામાં આવી હતી.જેમાં દરગાહ ખાતે પ્રથમ દિવસે ગુલપોશીનો કાર્યક્રમ યોજાયો હતો ઉર્સ નાં બીજા દિવસે પરચમ કુશાઈ નો કાર્યક્રમ યોજાયો હતો જ્યારે ૯ માર્ચ શનિવાર નાં રોજ બપોર બાદ પીર મોહંમદ મિયા કાદરી મસ્જિદ ખાતે થી ભવ્ય સંદલ શરિફ નું જુલૂસ નીકળ્યુ હતું જેમાં હાલોલ ની વિવિધ રાતીબે રિફાઇ ની કમિટીઓ હાજર રહી હતી અને આ પ્રસંગે વડોદરા નાં ખાનકાહે એહલે સુન્નત નાં સજ્જાદા નશિન સૈયદ મોયુનુદ્દીન બાબા કાદરી ઉપસ્થિત રહ્યા હતા અને દરગાહ ખાતે તેઓના હાથોથી સંદલ શરિફ ની રસમ અદા કરવામાં આવી હતી ત્યાર બાદ દરગાહ ખાતે ભવ્ય નીયાઝ એટલે કે લંગર નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં અકિદત મંદો એ નીયાઝ નો લાભ લીધો હતો.જ્યારે ઉર્સ નાં ચોથા દિવસે સવારે ૯ કલાકે દરગાહ ખાતે કુરાન ખ્વાની નો કાર્યક્રમ યોજાયો હતો.જ્યારે આ પ્રસંગે દરગાહ ખાતે ઉર્સ મેળાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું જેમાં નાના મોટા વિવિધ ચકડોલો પણ લાગ્યા હતા.જેનો સૌ કોઈ એ લાભ લીધો હતો.જ્યારે ચાર દિવસીય ઉર્સ મેળામાં હાલોલ સહિત આજુબાજુ નાં ગામોમાંથી મોટી સંખ્યામાં આ ઉર્સનો લાભ લેવા અકિદતમંદો ઉમટયા હતા.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!